નકલી પીએમઓ કિરણ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી ત્યાં સુધી કોઈને ખબર ન પડી! સુરક્ષામાં મોટી ચૂંક !! કોંગ્રેસે જવાબ માંગ્યો

0
30

ગુજરાતમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (PMO)ના માણસ તરીકે પોતાની ઓળખ આપી મોટા મોટા અધિકારીઓને ફેર ફદુડી ફેરવનાર કિરણ પટેલને કોઈ ઓળખી શક્યું નહીં, પણ તેને જમ્મુ-કાશ્મીરમાં પકડી લેવાયો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને નકલી અધિકારી બની કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી લીધી તેમજ લાલ ચોકની પણ મુલાકાત લેવા સાથે ઉરીની કમાન્ડ પોસ્ટ સુધી ફરી પણ જઈ આવ્યા તેમજ અનેક અધિકારી સાથે બેઠકો કરી તેમછતાં નકલી અધિકારી કિરણ પટેલને આટલા ઈન્ટેલિજન્ટ અધિકારીઓ શામાટે ઓળખી ન શક્યા?

ડુપ્લીકેટ ઓળખકાર્ડની ચકાસણી કેમ ન થઈ? ઝેડ પ્લસ સિક્યોરિટી કેવી રીતે મળી? નકલી પીએમઓ અધિકારી સંવેદનશીલ વિસ્તારમાં સત્તાવાર મુલાકાત તો કરે તો વળી ગુજરાતમાં નકલી પીએસઆઈ છેક કરાઈમાં ટ્રેનિંગ પણ લઈ લે ત્યાં સુધી આપણા તંત્રને ગંધ પણ નથી આવતી તે મુદ્દો અત્યંત સંવેદનશીલ હોય તેની તપાસ માટે કોંગ્રેસે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે.

મહત્વનું છે કે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં VIP સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તેઓ જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા દેખાય છે. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.