નડાલ ટેનિસ રેન્કિંગમાં ફરી બીજા સ્થાન પર પહોંચી ગયો

ફ્રેન્ચ ઓપનમાં નડાલે ૧૦મી વખત સિંગલ્સ સ્પર્ધા જીતી ઈતિહાસ સર્જ્યો : અત્યાર સુધી કુલ ૧૫ ગ્રાન્ડસ્લેમ જીત્યા
ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના રાફેલ નડાલે ફરી એકવાર ઇતિહાસ સર્જ્યો છે અને ફ્રેન્ચ ઓપનમાં ૧૦મી વખત સિગલ્સ ટાઇટલ જીતી લેવામાં સફળતા મેળવી છે. રાફેલ નડાલ ટેનિસ ઇતિહાસમાં પ્રથમ પુરુષ ખેલાડી અને બીજો એવો ખેલાડી બન્યો છે જે ફ્રેન્ચ ઓપનમાં ૧૦ વખત વિજેતા સાબિત થયા છે. આ ઉપરાંત રાફેલ નડાલ એવા ત્રણ ખેલાડીઓમાં સામેલ થઇ ગયો છે જે કોઇ એક ગ્રાન્ડસ્લેમમાં ફાઇનલમાં ક્યારે પણ હાર્યો નથી. આ ઉપરાંત રાફેલ નડાલ ૧૫ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ૩૧ વર્ષની વયે જીતનાર પણ ખેલાડી બન્યો છે. ફ્રેન્ચ ઓપનમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ નડાલની ક્યારે પણ હાર થઇ નથી.

નડાલ પીટ સાંપ્રાસના રેકોર્ડને તોડીને આગળ નીકળી ગયો છે. સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર ખેલાડીઓમાં હવે પ્રથમ સ્થાન ઉપર રોજર ફેડરર છે. ફેડરરે હજુ સુધી ૧૮ ગ્રાન્ડસ્લેમ જીતી છે જ્યારે રાફેલ નડાલ ૧૫ ગ્રાન્ડસ્લેમ જીતી ચુક્યો છે. સાંપ્રસ ૧૪ અને નોવાકજોકોવિક ૧૨ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો છે. હાલમાં જ વારંવારની ઇજાના પરિણામ સ્વરુપે નડાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. સાથે સાથે ટેનિસ સર્કિટથી તેને દૂર રહેવાની ફરજ પડી હતી.

કેટલાક ટેનિસ ચાહકો અને નિષ્ણાતો એમ પણ માની રહ્યા હતા કે, રાફેલ નડાલ હવે શાનદાર વાપસી કરી શકશે નહીં પરંતુ નડાલે ફરીએકવાર કુશળતા દર્શાવીને ક્લે કોર્ટ ઉપર પોતાની તાકાત પુરવાર કરી છે. ક્લેકોર્ટ ઉપર નડાલે ૧૦મી વખત સિંગલ્સ ટાઇટલ જીતી લેવામાં સફળતા મેળવી છે. આ વખતે ફ્રેન્ચ ટેનિસ ચેમ્પિયનશીપમાં એક પછી એક નવા ઇતિહાસ સર્જાયા છે. એકબાજુ નડાલ ૧૦મી વખત ચેમ્પિયન બન્યો છે જ્યારે મહિલા વર્ગમાં જેલેના ઓસ્ટાપેન્કોએ પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતી લેવામાં સફળતા હાસલ કરી છે. સૌથી નાની વયની આ ખેલાડી ચેમ્પિયન બની છે. બીજી બાજુ પુરુષોના વર્ગમાં અમેરિકન રેયાન હેરીસન અને ન્યુઝીલેન્ડ માઇકલ વિનસે પુરુષોના વર્ગમાં ડબલ્સ સ્પર્ધા જીતી લીધી છે. આ જોડીએ મેક્સિકોના ગોન્ઝાલેસ અને અમેરિકાના ડોનાલ્ડ યંગની જોડી ઉપર ૭-૬, ૬-૭, ૬-૩થી જીત મેળવી હતી. બીજી બાજુ મહિલા ડબલ્સમાં માટેક સેન્ડ અને સાફારોવાની જોડીએ જીત મેળળી હતી. આ જોડીએ ૫મી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા મહિલા ડબલ્સમાં જીતી છે. ફ્રેન્ચ ઓપનમાં તમામ સ્પર્ધાઓ આની સાથે જ પૂર્ણ થઇ છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.