નવસારી જિલ્લા કક્ષા સ્‍વાતંત્ર્ય પર્વની ખેરગામ ખાતે દબદબાભેર ઉજવણી

                   રાજય-રાષ્‍ટ્રના વિકાસમાં ભાગીદાર બનવા યુવાનોને આહવાન કરતા રાજય જળસંપતિ વિભાગનામંત્રી નાનુભાઇ વાનાણી

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જિલ્લા કક્ષા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે જળસંપતિ (સ્‍વતંત્ર હવાલો), પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ વિભાગના રાજય કક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણીએ રાષ્‍ટ્રને સલામી આપી, ગુજરાતના વીર સપુતો પુ.મહાત્‍મા ગાંધીજી અને સરદાર પટેલના સ્‍વરાજયથી સુરાજયના સ્‍વપ્‍નોને સાકાર કરવા યુવાનોને આહવાન કરી, સૌને રાષ્‍ટ્રના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. ખેરગામ એપીએમસી માર્કેટ ખાતે યોજાયેલા ૭૧ મા સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે મંત્રીએ સ્‍વાતંત્ર્ય સેનાનીનું શાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું. તેમણે નવસારી કલેકટર રવિ કુમાર અરોરા અને પોલીસ વડા એમ.એસ.ભરાડા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રાજય શિક્ષણ મંત્રીએ જિલ્લાના શ્રેષ્‍ઠ રમતવીરો તેમજ જિલ્લામાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મયોગીને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્‍સાહિત કર્યા હતા. મંત્રીએ કલેકટર રવિ કુમાર અરોરાએ ખેરગામ તાલુકાના વિકાસ માટે રૂા.૨પ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે જુદી જુદી શાળાના બાળકોએ વંદે માતરમ, મેરા રંગ દે બસંતી,. . દેશ રંગીલા, દેશ મેરે દેશભકિત ગીતોએ વાતાવરણને દેશભકિતમય બનાવી દીધું હતું. સરસીયા રંગ વિદ્યામંદિરના બાળકોએ વારલી નૃત્‍ય, આંગણવાડીના બાળકો દ્વારા વેશભુષા અને પોલીસ વિભાગના ડોગ શોએ સૌના દિલ જીતી લીધા હતા.

સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે પ્રજાજોગ સંબોધ

ન કરતા રાજય જળસંપત્તિ મંત્રીએ જણાવ્‍યું હતું કે, દેશ માટે ફના થયેલા વીર શહીદોને નમન-વંદન કરીને યાદ કરવાનો અવસર છે. તિરંગાની આન,બાન અને શાન માટે જીવનની આહુતિ આપી છે. તાજેતરમાં બનાસકાંઠા અને પાટણમાં આવેલા પુરમાં થયેલી વિનાશક તારાજી બાદ રાજય સરકારે પળનોય વિલંબ કર્યા વગર આ જિલ્લાઓમાં જનજીવન થાળે પાડવા મુખ્‍યમંત્રીશ્રી સહિત મંત્રી મંડળ પાંચ દિવસ સુધી પ્રજા વચ્‍ચે રહયા તેમ જણાવી મંત્રીએ સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે આપણા બાંધવોને મદદરૂપ થવા મુખ્‍યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી. ગુજરાતના નવયુવાનોમાં રહેલી સામર્થ્‍યશકિતનો ઉલ્લેખ કરીને મંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજ્જુ યુવાનોમાં પરિસ્‍થિતિને અવસરમાં પલટાવવાની ગજબની શકિત રહેલી છે. રાજય સરકારે નવયુવાનોમાં વોટર-મતદાતા નહી પણ પાવર શકિતના દર્શન કર્યા છે. રાજયના સાડાત્રણ લાખ જેટલા યુવાનોને રાજય સરકારે ટેબલેટ આપવા પરિણામલક્ષી યોજના બનાવીને યુવાનોના આંગળીના ટેરવે વિશ્વને લાવી જ્ઞાન અને વિજ્ઞાનના દરવાજા ખોલ્‍યા છે. આગામી સમયમાં ૧૦૦ રોજગાર ભરતીમેળા યોજીને ત્રણ લાખ ઉપરાંત યુવાનોને રોજગારી આપવાની દિશામાં નકકર કાર્યવાહી ચાલી રહી છે. નવી સાત મેડીકલ કોલેજો સહિત ઇજનેરી કોલેજ, તબીબી અને ટેકનિકલ શિક્ષણની બેઠકોમાં વધારો કર્યો છે.

રાજય સરકારે ખેડૂતલક્ષી લીધેલા નિર્ણયનો ચિતાર આપતા રાજય શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્‍થાન માટે શ્રેણીબધ્‍ધ પગલાંઓ લીધા છે. વર્ષ ૨૦૧૩ સુધીના પેન્‍ડીંગ વીજ જોડાણો ૨૦૧૭ ના અંત સુધીમાં આપી દેવાનો સરકારે મકકમ નિર્ણય કર્યો છે. સવાલાખ વીજજોડાણો આપવાની દિશામાં નકકર કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર સાથે શ્રેષ્‍ઠ સંકલન કરી ૨૦૧પ ખરીફ પાક સિઝનમાં થયેલા નુકસાન સામે માત્ર એક જ વર્ષમાં છ લાખ ખેડૂતોને રૂા.૧૭૯પ કરોડ દાવાની રકમ સરકારે આપી છે. રાજય સરકારે જનહિતના ઐતિહાસિક નિર્ણયો લઇને પરિશ્રમી, દીર્ઘદષ્‍ટ્‍પિુર્ણ અને પારદર્શી સરકારનો અહેસાસ કરાવ્‍યો છે. હુકકાબાર પર પ્રતિબંધ, ગૌવંશ રક્ષા માટે કડક કાયદો, શિક્ષણ માફીયાઓ સામે ફી નિયમન કાયદો, દારૂના કાયદાનો કડક અમલ કરીને રાજયની જનતાને નિર્ણાયક સરકારનો અહેસાર કરાવ્‍યો હોવાનું મંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્‍યું હતું. દેશભરમાં ગુજરાત વિકાસનું મોડેલ બન્‍યું છે. ગુજરાત ત્રણ અક્ષર વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસના ૬૩ એવા ઇન્‍ડીકેટર પોઇન્‍ટસ છે, જેમાં ગુજરાત ટોપ થ્રીમાં આવે છે. એક્ષ્પોર્ટ ગ્રોથ રેટ, ઇન્‍ડસ્‍ટ્રીયલ આઉટપુટ, એક્ષ્પોર્ટ, દરિયાઇ મત્‍સ્‍ય ઉત્‍પાદન, સૌરઊર્જા, ૨૦ મુદ્દા અમલીકરણ, રોજગારી પુરી પાડવા ગુજરાત નંબર વન છે. ગુજરાતની આશા, અપેક્ષા અને આકાંક્ષા પરિપુર્ણ કરતી આ સરકાર હોવાનું મંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્‍યું હતું. રાજય શિક્ષણ મંત્રીએ નવસારી જિલ્લામાં થયેલા વિકાસની સરાહના કરી હતી. જિલ્લાની ચાર નગરપાલિકાઓ અને જલાલપોર તાલુકાને ઉજ્‍વલા ગેસ યોજના અને દાતાઓના સહયોગ વડે ગેસ કનેકશન આપીને ધુમાડામુકત બનાવાયા છે.

ખેરગામ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે ગણદેવી ધારાસભ્‍ય મંગુભાઇ પટેલ, નવસારી ધારાસભ્‍ય પિયુષભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, ખેરગામના સરપંચ અશ્વિનભાઇ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, ગામજનો, શાળાના બાળકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન પૂર્ણ.જશુભાઇ નાયકે કર્યું હતું.

માહિતી બ્‍યુરો, નવસારી દ્વારા 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com