14 C
Ahmedabad
Sunday, January 23, 2022

નિવૃત્ત બ્રિગેડિયરનો વિસ્ફોટ :હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ LTTEના સ્લીપર સેલ હોઈ શકે જાણો

Must read

CDS અહીંના લોકોનું પણ LTTEને સંપૂર્ણ સમર્થન હોય છે. એવામાં એવી શંકા છે કે CDSનું હેલિકોપ્ટર ક્રેશ એક ષડયંત્ર અતર્ગત કરવામાં આવેલો હુમલો હોઈ શકે, જેમાં LTTEના સ્લીપર સેલ પણ સામેલ હોય. અને જો આ હુમલો હોય તો તેમાં ISIનું પણ LTTEને સમર્થન અને સહયોગ હોઈ શકે છે.ભારતીય સેનામાં 35 વર્ષ ફરજ બજાવનાર રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતનો આ દાવો છે. તેમનું માનવું છે કે CDSના હેલિકોપ્ટરને ટાર્ગેટ બનાવવું તે LTTEની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. LTTEના કેડર IED બોમ્બને પ્લાન્ટ કરવામાં નિષ્ણાંત છે. આ સિવાય LTTEની પાસે ભારતના સૌથી મોટા જવાનને મારવાનો હેતુ પણ છે. NIAએ આ ભયાનક હેલિકોપ્ટર ક્રેશની તપાસ કરવી જોઈએ.હેલિકોપ્ટર ક્રેશ પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણો બ્રિગેડિયર સાવંત જણાવે છે કે કોઈ પણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ત્રણ કારણો હોય છે. પ્રથમ- ટેક્નિકલ ફોલ્ટ, બીજુ- પાયલટ એરર અને ત્રીજુ- બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવો. પ્રથમ બે કેસમાં પાયલટ અને એર કન્ટ્રોલનું કોમ્યુનિકેશન થાય છે. પાયલટ મદદની માંગ કરે છે અને આ તમામ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ હોય છે. હવે બ્લેક બોક્સ પણ મળી ગયું છે. આ કારણે જો આ દુર્ઘટના હશે તો કારણ બહાર આવી જશે.

જોકે ત્રીજી શક્યતા એવી છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય. એવામાં પાયલટ અને એર કન્ટ્રોલની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન થઈ શકતું નથી અને બધુ અચાનક જ થઈ જાય છે. આ વિસ્તાર LTTEનો ગઢ હોવાથી, આ હુમલા પાછળ LTTEના સ્લીપર સેલનો હાથ હોવાની શક્યતા છે.અમે જ LTTEને ટ્રેનિંગ આપી, અમે જ એન્કાઉન્ટર પણ કર્યું જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તેને વીરપ્પનનો વિસ્તાર પણ કહેવામાં આવે છે. સાથે જ તે LTTEનો ગઢ પણ છે. ઉટી, કોઈમ્બતુર મેત્યુપાલનનું સમગ્ર જંગલ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. બ્રિગેડિયર સાંવત કહે છે કે હું કમાન્ડો ઈન્સ્ટ્રક્ટર હતો અને અમે LTTE સાથે એન્કાઉન્ટર પણ કર્યું છે આ કારણે મને LTTEની પદ્ધતિનો ખ્યાલ છે. તેમની હુમલો કરવાની સ્ટાઈલ બિલકુલ આવી છે. જે રીતે હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

LTTE ઘણા સમયથી ભારત અને ભારતીય આર્મીથી ખૂબ જ નારાજ છે. ભારતે LTTEનો ખાત્મો બોલાવી દીધો અને તેના જાફનાથી લઈને તમિલનાડુ સુધીના નેટવર્કને ખોરવી નાંખ્યું છે. LTTEની બચેલી લીડરશીપ હુમલામાં સામેલ હોઈ શકે છે. તેમાં પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી ISIનો પણ હાથ હોઈ શકે છે. એવું પણ બની શકે છે કે ISI અને LTTEએ ભેગા મળીને આ હુમલો કર્યો હોય.બ્રિગેડિયર સાવંત જણાવે છે કે જો કોઈ એવું માને છે કે LTTEની પાસે કોઈ દારૂગોળો અને ટેક્નિકલ સપોર્ટ બચ્યો નથી તો તે એક ભ્રમ છે. LTTEની પાસે આજે પણ રાયફલથી લઈને એક્સપ્લોસિવ સુધીનું બધુ છે. હ્યુમન બોમ્બનો ઉપયોગ LTTE પણ શરૂ કર્યો છે. LTTEમાં પણ વિસ્ફોટકોથી ભરેલ ગાડીને અથડાવીને બ્લાસ્ટ કરવાની ક્ષમતા છે. આજે પણ તેમની પાસે વિસ્ફોટકનું ટેક્નિકલ કામ કરવા માટે એક્સપર્ટ છે. એવું પણ બની શકે છે કે આ ઘટનામાં નાની રેન્જની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. બ્રિગેડિયર સાંવત કહે છે કે હેલિકોપ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવો તે સહેલુ કામ નથી, અંતિમ સમયે ડેટોનેટર અને બોમ્બ કનેક્શન પણ હોવું જોઈએ. આ ઈનસાઈડર જોબ પણ હોઈ શકે છે. આ વિસ્તારના ઘણા સામાન્ય માણસો પણ LTTEના સમર્થક છે. આવો હુમલો કરવા માટે માત્ર બે લોકોની જ જરૂર હોય છે. આવી ઘટના માટે LTTEને વધુ કેડરની જરૂરીયાત નથી. એક કે બે લોકો મળીને આ હુમલો કરી શકે છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હેલિકોપ્ટરનું ક્રેશ થવું તે અકસ્માત છે કે તેમાં દુશ્મન દેશ ચીનની કોઈ ચાલ છે. આ સવાલ હવે સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવ્યો છે. તેની પાછળનું પણ કારણ પણ એવું છે કે લગભગ એક વર્ષ પહેલા તાઈવાનના પૂર્વ મિલિટ્રી ચીફનું હેલિકોપ્ટર પણ આ જ રીતે ક્રેશ થયું હતું.

 

- Advertisement -

More articles

- Advertisement -

Latest article