નીતિન ગડકરીની જાહેરાત :-ભારતમાં ટૂંક સમયમાં બની જશે ઇલેક્ટ્રિક હાઇવે, વાહન રોડ ઉપરથી પસાર થતાંજ ઓટોમેટિક ચાર્જ પણ થઈ જશે !!

0
189

ભારતમાં અમે એવો હાઈવે બનાવીશું જે જે રોડ ઉપર ચાલતા-ચાલતાજ વાહનો ચાર્જ થઈ જશે, પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ મુજબની જાહેરાત કરતા ઉમેર્યું કે ખૂબજ જલ્દી ભારતમાં સ્વીડન જેવો ઈલેક્ટ્રિક હાઈવે બની જશે.

દિલ્હી-જયપુર હાઇવે અને દિલ્હી-આગ્રા યમુના એક્સપ્રેસવે સહિત લગભગ 500 કિમી ઇલેક્ટ્રિક હાઇવે માર્ચ 2023 સુધીમાં કાર્યરત થઇ જશે જે દેશનો પ્રથમ અને વિશ્વનો સૌથી લાંબો ઇલેક્ટ્રિક હાઇવે હશે. હાલમાં વિશ્વનો સૌથી લાંબો ઇલેક્ટ્રિક હાઇવે બર્લિનમાં છે, જેની લંબાઈ 109 કિમી છે.

ગડકરીએ ઉમેર્યું કે સરકાર સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રિક વાહનોના પ્રોડક્શનને પ્રાધાન્ય આપશે, આ હાઇવે પર ભારે ટ્રક અને બસો પણ ચાર્જ થઈ જશે.

ઈલેક્ટ્રિક હાઈવે એવા હાઈવે છે, જેમાં કેટલાક ઈક્વિપમેન્ટ દ્વારા એવી સિસ્ટમ હોય છે, જેના દ્વારા પસાર થતા વાહનો રોકાયા વિના તેમની બેટરી ચાર્જ કરી શકે છે. આ માટે હાઈવે પર ઓવરહેડ વાયરથી અથવા રોડની નીચે જ ઈલેક્ટ્રીક ફ્લો કરવાની સિસ્ટમ બનાવવામાં આવે છે.

ઈલેક્ટ્રિક હાઈવે ઉપર ઈલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ વાહનો પણ ચાર્જ કરી શકાય છે. હાઇબ્રિડ વાહનોમાં પેટ્રોલ-ડીઝલની સાથે સાથે ઇલેક્ટ્રિક પર પણ ચલાવવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.
એટલે કે,આ ઈલેક્ટ્રિક હાઈવે ઈલેક્ટ્રિક સુવિધાઓથી સજ્જ એવા હાઈવે હોય છે કે જ્યાં જ્યારે હાઇબ્રિડ અથવા ઇલેક્ટ્રિક વાહનો આ વાયરની નીચેથી પસાર થાય છે, ત્યારે વાહનોની ઉપરના પેન્ટોગ્રાફ્સ આ વાયરના સંપર્કમાં આવે છે. જેના કારણે તે વાહનમાં વાયરથી કરંટ શરૂ થાય છે અને તેની બેટરી ચાર્જ થઈ જાય છે. જ્યાં સુધી વાહનો આ વાયરોના સંપર્કમાં રહે છે ત્યાં સુધી તેમની બેટરી ચાર્જ થાય છે અને નોનસ્ટોપ ઓટોમેટિક ચાર્જ થતા રહે છે.
આમ,હવે પેટ્રોલ,ડીઝલ કે ગેસ ખૂટી પડેને વાહન ઉભું રહી જાય તે દિવસો ભૂતકાળ બની જશે અને રોડ ઉપર ઓટો સુવિધા આવતા આધુનિક વાહનો ક્યાંય અટકી નહિ પડે અને દોડતાજ રહેશે.