12 C
Ahmedabad
Friday, January 28, 2022

નેપાળ માં વધી રહેલા ચીન ના હસ્તક્ષેપ સામે નેપાળીઓ માં વિરોધ
ચીની રાજદૂત ની તસવીરો સળગાવી

Must read

નેપાળમાં ચીન નો હસ્તક્ષેપ વધતા લોકો રસ્તા પર આવી ગયા હતા અને ચીનના રાજદૂત હોઉ યાન્કીની તસવીરો સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. નેપાળના હિન્દુ નાગરિક સમાજે કાઠમંડુમાં ‘રાષ્ટ્રીય એકતા અભિયાન’ હેઠળ દેશની આંતરિક બાબતોમાં ચીનના વધતા જતા દખલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


કાઠમંડુના રસ્તાઓ પર એકઠા થયેલા દેખાવકારોએ ચીન વિરોધી નારા લગાવી રાસુવાગઢી તાતોપાની ખાતે અઘોષિત નાકાબંધી અને રાજદ્વારી સરહદો પાર કરવા બદલ હાઉ યાન્કીની પણ આકરી ટીકા કરી હતી. વિરોધીઓએ પ્લેકાર્ડ સાથે રાખ્યા હતા જેમાં લખ્યું હતું, ‘ચીની રાજદૂત યાન્કી ગો બેક’.


ચીન હવે નેપાળમાં તેની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક હાજરી નોંધાવી રહ્યું હોય અને નેપાળ સરકારના કામકાજમાં ચીનના રાજદૂતની દખલગીરી ભૂતકાળમાં ઘણી વખત સામે આવી ચૂકી છે. હાઉ યાન્કી અને નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની નિકટતા અને ઓલીએ ચીનને નેપાળમાં વર્ચસ્વ વધારવામાં મદદ કરી હતી. હવે મોટા ભાગના નેપાળી ઈચ્છે છે કે ચીન ના રાજદૂતને બિનજરૂરી દખલ કરતા અટકાવવામાં આવે. તે જાણીતું છે કે અગાઉ સ્વતંત્ર નાગરિક સમાજે પણ ચીનની હરકતો સામે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article