નવી દિલ્લી તા. 13 : આજે યોજાયેલી પ્રેસ કોન્ફેરન્સ માં કોંગ્રેસ ના પૂર્વ નાણાંમંત્રી પી.ચિદ્દદમ્બરમ એ ભાજપ સરકારના નિર્ણય પર ફરી એક વખત આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેઓએ સરકાર ના આ ફેંસલા ને વખોડી નાખીયો હતો જેમાં તેમને સરકાર ના આ ફૈસલા ને વિના તૈયારી થી લીધેલા પગલાં તરીકે જણાવ્યું હતું અત્યાર સુધી નો દેશ નો સહુથી મોટા કૌભાંડ તરીકે નોટબંદી ને દર્શાવી હતી તેમના નિવેદન માં જણાયું હતું કે “શું નોટબંદી બાદ આતંકવાદી ને ભંડોળ મળવાનું બંદ થયું?,શું નોટબંદી બાદ કાળુંનાણું બહાર આવ્યું?,શું નોટબંદી ખરેખર દેશ ના હિત માં છેકે દેશ નું હિત જ ખતરા માં છે ” સ્થિતિ સામાન્ય થવા માં 7 મહિના લાગશે 50 દિવસ માં સ્થિતિ સામાન્ય નહિ થાય પ્રધાનમંત્રીએ પગલું લેતા પેહલા યોગ્ય સલાહ પણ નથી લીધી.દેશ માં એક મહિના માં માત્ર 300 કરોડ સુધી ની નોટ છાપી શકાય છે જે પ્રધાનમંત્રી પોતે આ વાત થી અજાણ હોય તેમ લાગે છે.જયારે તેમને “ખોદા પહાડ નીકલી ચૂંહીયા”તરીકે નોટબંદી ને બતાવી હતી.