પંચમહાલ ના કેળ ગામે સરપંચ ની જીત ની ખુશી માતમ માં ફેરવાઈ..

પંચમહાલ વિસ્તાર માં સરપંચ ની ચૂંટણી માં ખુશી નો માહોલ થોડીજ વાર માં માતમ માં ફેરવાઈ ગયો હતો વિગતો મુજબ કેળ ગામે ગ્રામ પંચાયતની ચુંટણી પરિણામ બાદ વિજેતા સરપંચના વિજય સરઘસ ખુશીના માહોલમાં નિકળ્યુ હતુ. દરમ્યાન અચાનક ટેમ્પોની બ્રેક ન લાગતા ઢોળાવ ઉપર પાછો ટેમ્પો પડીને પલટી ખાતા 5 ટેકેદારોના મોત નીપજયા હતા. જયારે 6 વ્યકિતઓને ઇજા પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરા તાલુકાના કેળ ગામમાં અંદાજીત 5:30 થી 6 વાગ્યાના અરસામાં ચુંટાયેલા સરપંચ મોતીભાઇ પટેલીયાનું વિજય સરઘસ નિકળ્યુ હતુ. ત્યારે તેઓના ટેકેદારો સાથે ખુશીના માહોલવચ્ચે નિકળેલ સરઘસની સાથે ગામમા આવેલા એક ઢોળાવવાળી જગ્યાએ ટેમ્પો પાછો પડતા અને બ્રેક ન વાગતા અચાનક ટેમ્પો પલટી ગયો હતો. જેના કારણે વિજય સરઘસમાં જોડાયેલા ગ્રામજનોમાંથી 5 જણાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. જયાર કે છ વ્યકિતઓને નાની મોટી ઇજાઓ થતા તેઓને તાત્કાલિક 108 દ્વારા શહેરા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યામાં આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું, આ ઘટના ને પગલે ગામ સહિત આજુબાજુ ના ગામો માં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com