પંજાબમાં અમૃતપાલ ભાગેડુ જાહેર, પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ, રાજ્યમાં હાઈ એલર્ટ,ઈન્ટરનેટ સેવા બંધ

0
39

સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ છે. વાતાવરણ બગડવાની આશંકાથી પંજાબમાં રવિવારે બપોર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતસર, ફાઝિલ્કા, મોગા, ભટિંડા અને મુક્તસર સહિત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરીને ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક અને કટ્ટરપંથી અમૃતપાલ સિંહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમૃતપાલને ભાગેડુ જાહેર કર્યો છે. તેની બે કાર જપ્ત કરવામાં આવી છે તેમજ તેના ગનર્સને પણ પકડવામાં આવ્યા છે. તેમના હથિયારોની કાયદેસરતાની તપાસ કરવામાં આવી રહી છે. જલંધર પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહલના જણાવ્યા અનુસાર પંજાબ પોલીસના જવાનો અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે એકઠા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સઘન ચેકિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલ વિરુદ્ધ રાજ્યમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય ઘણા ખાલિસ્તાન સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. અમૃતપાલ સિંહ સહિત અન્ય કેટલાક લોકો ફરાર છે અને તેમને પકડવા માટે મોટાપાયે શોધખોળ ચાલી રહી છે. વારિસ પંજાબ દે સંગઠનનો વડા અમૃતપાલ કેટલાક સાથીઓ સાથે ફરાર થઈ ગયો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી એક.315 બોરની રાઈફલ, સાત 12 બોરની રાઈફલ, એક રિવોલ્વર અને વિવિધ કેલિબરના 373 કારતૂસ મળી આવ્યા હતા.

આ દરમિયાન સમગ્ર પંજાબ હાઈ એલર્ટ પર છે. વાતાવરણ બગડવાની આશંકાથી પંજાબમાં રવિવારે બપોર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતસર, ફાઝિલ્કા, મોગા, ભટિંડા અને મુક્તસર સહિત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરીને ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. પંજાબની હિમાચલ અને જમ્મુ-કાશ્મીર સાથેની સરહદ સીલ કરી દેવામાં આવી છે. અમૃતપાલ અજનાલા પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે.

અમૃતપાલના ભાગી જવાનો વીડિયો વાયરલ થયો હતો
કારમાં બેસીને ભાગી રહેલા અમૃતપાલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કારમાં બેઠેલા તેમના એક સહયોગીને એમ કહેતા સાંભળી શકાય છે કે પોલીસકર્મીઓ ‘ભાઈ સાબ’ (અમૃતપાલ)ની પાછળ હતા. અન્ય એક સમર્થકે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે દાવો કર્યો કે પોલીસકર્મીઓ તેનો પીછો કરી રહ્યા છે.
અમૃતપાલ પર અમૃતસર જિલ્લાના અજનલા પોલીસ સ્ટેશનમાં બે કેસ છે. પોતાના નજીકના મિત્ર લવપ્રીત સિંહની ધરપકડથી નારાજ અમૃતપાલે તેના સમર્થકો સાથે 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેના પર કાર્યવાહી ન કરવા બદલ પંજાબ પોલીસની ઘણી ટીકા થઈ હતી. અમૃતપાલ પર આરોપ છે કે તે શ્રી ગુરુ ગ્રંથ સાહિબની આડમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યો હતો. આ ઉપરાંત તેની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો કેસ પણ નોંધાયેલ છે.