પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાનના ઘર પર ફરી વળ્યું બુલડોઝર ! ઇમરાને કહ્યું- મારી ધરપકડનું કાવતરું ઘડાયું છે!

0
36

ઈમરાન ખાનની ધરપકડને લઈને પાકિસ્તાનમાં રાજકીય હોબાળો ચાલુ છે. દરમિયાન, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન શનિવારે તોશાખાના કેસની સુનાવણી માટે ઇસ્લામાબાદ રવાના થયા હતા. દરમિયાન, જમાન પાર્કમાં તેના ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ પંજાબ પોલીસે દરોડો પાડ્યો હતો. પાકિસ્તાની મીડિયામાંથી આવી રહેલા અહેવાલોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પંજાબ પોલીસ ઈમરાનના ઘરના ગેટ પર બુલડોઝર ચલાવી રહી છે. આ દરમિયાન કેટલાક સમર્થકોએ પોલીસકર્મીઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે 20 લોકોની ધરપકડ કરી હતી અને સમર્થકો પર બળપ્રયોગ કર્યો હતો.

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને ઇસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા છે. અહીં ભારે માત્રામાં પોલીસ બળ હાજર છે. આ પહેલાં તેના કાફલાની 3 ગાડીઓ કલ્લર કહાર પાસે એકબીજા સાથએ અથડાઇ હતી. તેઓ તોશાખાના મામલે સુનવણી માટે લાહોરથી ઇસ્લામાબાદ જઇ રહ્યા હતાં. નોંધનીય છે કે દુર્ઘટના ગાડીઓની વધુ સ્પીડના કારણે બની છે. આ જગ્યા રાજધાનીથી લગભગ 135 કિમી દૂર છે. દુર્ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.

બીજી બાજુ, ઇમરાનના રવાના થયા પછી પંજાબ પોલીસ લાહોરમાં તેમના ઘર જમાના પાર્ક પહોંચી અને ગેટ તોડીને ઘરની અંદર દાખલ થઈ ગઈ છે. આ દરમિયાન તેમની PTI કાર્યકર્તાઓ સાથે પણ અથડામણ થઈ. પોલીસે PTI વર્કર્સ ઉપર લાઠીચાર્જ કર્યો છે. ઇમરાને ટ્વિટ કરીને કહ્યું- પોલીસ હું રવાના થયો પછી મારા ઘરે પહોંચી છે. મારી પત્ની એકલી છે. આ કાર્યવાહી કયા કાયદા હેઠળ થઈ રહી છે. આ બધું જ નવાઝ શરીફના પ્લાનનો ભાગ છે.