પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ કરી તોફાનો શરૂ કરતા ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને 144 કલમ લાગુ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં તોફાનો દરમિયાન અત્યારસુધીમાં 8 લોકોનાં મોત થયાના અહેવાલ છે
બીજી તરફ ઈમરાન ખાનની ધરપકડ બાદ આજે તેઓને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ની સ્પેશિયલ ટેમ્પરરી કોર્ટમાં રજૂ કરી તપાસ એજન્સીએ 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
જોકે,કોર્ટે ઈમરાનખાનના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મહત્વનું છે કે તપાસ એજન્સીએ મંગળવારે 60 અબજ પાકિસ્તાની રૂપિયાના કૌભાંડના આરોપમાં ઇમરાન ખાનની ધરપકડ કરી હતી.
તપાસ એજન્સીએ ખાનની પત્ની બુશરા માટે ધરપકડ વોરંટ જારી કરવાની પણ માગ કરી છે. સાથેજ પીટીઆઈના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી તેમજ અસદ ઉમરની ધરપકડ કરવામાં આવી છે.
આમ,ઇમરાન ખાન અને તેમના સાથીઓ ઉપર હવે દબાણ આવ્યું છે.