ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક વ્યક્તિએ પાડોશમાં રહેતી 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. સંબંધમાં મહિલા આરોપીની ભાભી થતી હતી. વ્યક્તિએ બળાત્કારની સમગ્ર ઘટના તેની પત્નીના મોબાઈલમાં રેકોર્ડ કરાવી લીધી. વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધો. દુષ્ટતાની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આરોપીએ પહેલા મહિલા પર બળાત્કાર કર્યો અને પછી પીડિતાને ધમકી પણ આપી. આરોપી મહિલાને એક સ્થાનિક મંદિરમાં લઈ ગયો અને બળાત્કાર વિશે કોઈને ન કહેવાના સોગંદ લીધા. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ આરોપી અને તેની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી.
આશા વર્કરના પતિએ કર્યો બળાત્કાર
પોલીસે જણાવ્યું કે ઓડિશાના ખાટીગુડા વિસ્તારના જગન્નાથપુર ગામની ગર્ભવતી મહિલા નિયમિત તપાસ માટે મેડિકલ સેન્ટર પહોંચી. તેણે તેના સંબંધીની મદદ માંગી. જ્યારે પીડિતા 28 ફેબ્રુઆરીએ મેડિકલ તપાસ માટે ગઈ ત્યારે આશા વર્કરના પતિએ તેની સાથે બળાત્કાર કર્યો.
આશા વર્કરે રેપનો વીડિયો શૂટ કર્યો
પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી મહિલાનું નામ પદ્મા રુંજીકર છે. આરોપ છે કે તેણીએ તેના પતિને તેની ગર્ભવતી સંબંધી સાથે બળાત્કાર કરવામાં મદદ કરી એટલું જ નહીં પરંતુ તેના સેલ ફોનમાં આ ઘટના રેકોર્ડ પણ કરી. આરોપી મહિલા આશા વર્કર છે.
સાયબર સેલ સક્રિય થઈ
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે દંપતીએ અંગત કારણોસર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પબ્લિશ કરી દેવામાં આવ્યો. પોલીસે સાયબર સેલને આ વીડિયો ઈન્ટરનેટ પરથી હટાવવા માટે કહ્યું છે.
પોલીસે આશા વર્કરનો ફોન જપ્ત કર્યો
પોલીસે આશા વર્કરનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધી, જેના પર તેણે બળાત્કારની ઘટના રેકોર્ડ કરી હતી. પોલીસે આશા વર્કર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને એક પત્ર મોકલ્યો અને કહ્યું કે 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે.