દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નવા સામાન્ય પાસપોર્ટ માટે એનઓસીની માંગણીની અરજીને આંશિક રીતે મંજૂરી આપી હતી. કોર્ટે 3 વર્ષ માટે એનઓસી આપી છે. નવા સામાન્ય પાસપોર્ટ માટે એનઓસીની માગણી કરતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર કોર્ટે શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી આદેશ અનામત રાખ્યો હતો.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ત્રણ વર્ષ માટે ‘સામાન્ય પાસપોર્ટ’ જારી કરવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મંજૂર કર્યું છે. ગુજરાતના સુરતની એક અદાલતે ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે રાજદ્વારી પ્રવાસના દસ્તાવેજો પરત કર્યા હતા.
ન્યાયાધીશે રાહુલના વકીલને કહ્યું, “હું તમારી અરજીને આંશિક રીતે મંજૂરી આપું છું. દસ વર્ષ માટે નહિ પણ ત્રણ વર્ષ માટે.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આરોપી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરિયાદી છે. રાહુલે દસ વર્ષના સમયગાળા માટે સામાન્ય પાસપોર્ટ જારી કરવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે વિનંતી કરી હતી.