12 C
Ahmedabad
Friday, January 28, 2022

પૂર્વ CJI રંજન ગોગોઈની આત્મકથા/ અયોધ્યા કેસનો ચુકાદો સંભળાવ્યા બાદ સાથી જજ સાથે ફાઈવસ્ટાર હોટલમાં ડિનરમાં ચાઈનીઝ ખાધું

Must read

દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને હાલના સમયમાં રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈએ પોતાની આત્મકથા ‘જસ્ટિસ ફોર દ જજ: એન ઓટોબાયોગ્રાફી’માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાને લઈને કેટલીય મહત્વની વાતો લખી છે. ચોપડામાં જણાવ્યા અનુસાર 9 નવેમ્બર 2019ના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં સર્વસંમ્મતિથી ચુકાદો સંભળાવ્યા પછી તે સમયના ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવનારી બેંચ તથા અન્ય ન્યાયાધીશો સાથે હોટલ તાજ માનસિંહમાં ડિનર કર્યું હતું. સાથે જ તેમણે લખ્યું છે કે આ સમય દરમિયાન સારામાં સારા દારૂનો પણ ઓર્ડર કરવામાં આવ્યો હતો.ચુકાદો આપ્યા બાદ ચાઈનીઝ ખાધું

રામ જન્મભૂમિ કેસ તેમના કરિયર સાથે જોડાયેલી મહત્વની ઘટનાઓમાની એક છે.મહાસચિવે અશોક ચક્રની નીચે કોર્ટ નંબર 1ની બહાર જજોની ગેલેરીમાં એક ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે જજોના ડિનર પર તાજ માનસિંહ હોટલ લઈ જવામાં આવ્યા.અને ચાઈનીઝ ખાવાનું ખાધું ત્યાં બાદ મળતી સારામાં સારી વાઈનની એક બોટલ લીધી. અયોધ્યા કેસમાં તાત્કાલિક CJI ગોગોઈની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં રંજન ગોગોઈની સાથે જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીર પણ શામેલ હતા અયોધ્યા કેસમાં તાત્કાલિક CJI ગોગોઈની આગેવાનીમાં પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં રંજન ગોગોઈની સાથે જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીર પણ શામેલ હતા.આ ઉપરાંત પોતાની ઉપર લાગેલા યૌન ઉત્પીડનના કેસમાં સુનાવણી કરનારી પીઠમાં ખુદ શામેલ હોવા પર જસ્ટિસ ગોગોઈએ પુસ્તકના લોકાર્પણ અવસર પર માન્યુ કે આ તેમની ભૂલ હતી. અને ભૂલ સૌ કોઈથી થાય છે. સેવાનિવૃત થયા બાદ રાજ્યસભા સભ્યપદનો પ્રસ્તાવ સ્વિકાર કરવા પર તેમણે કહ્યું કે તેઓ કોઈ પાર્ટીમાં નથી  તેમને રાષ્ટ્રપતિ દ્વારા નામિત કરવામાં આવ્યા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article