15 C
Ahmedabad
Sunday, January 23, 2022

પોતાના માતાપિતા ના પાર્થિવ શરીર લવાયા ત્યારે પુત્રીઓ નું રુદન જોઈ ઉપસ્થિતો ની આંખો ભીની થઇ ગઇ !! PM સહિત અનેક મહાનુભાવો એ પાઠવી શ્રદ્ધાંજલિ

Must read

તામિલનાડુમાં સેના ના હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા સહિત 13 જવાનોના મૃતદેહ ગુરૂવારે સાંજે લગભગ પોણા 8 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા બાદ લગભગ 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યા હતા અને જનરલ રાવત સહિત તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી મોદી શહીદોના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેઓને સાંત્વના આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને અજીત ડોભાલે પણ શહીદોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ ત્રણેય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિકુમાર અને વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ વીઆર ચૌધરીએ પણ શહીદો ને શ્રદ્ધાંજલિ આપી હતી.
CDS રાવતની બંને પુત્રી રડી રહી હતી બંનેએ માતા-પિતાના પાર્થિવ શરીરને પ્રણામ કરી તાબૂત સમક્ષ માથું નમાવ્યું હતું જેઓ ને રુદન કરતા જોઈ ઉપસ્થિતો ની આંખો ભીની થઇ હતી.

જનરલ રાવતની મોટી પુત્રીનું નામ કીર્તિકા છે. કીર્તિકાના લગ્ન થઈ ગયા છે અને હાલ તે મુંબઈમાં રહે છે. નાની દીકરીનું નામ તારિણી છે, જે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ છે અને પ્રેક્ટિસ કરી રહ્યાં છે જેઓ પોતાના માતાપિતા ની અણધારી વિદાય થી ભાંગી પડ્યા છે.
જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ આજે દિલ્હી સ્થિત ઘરે લવાયા બાદ કાલે શુક્રવારે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી લોકો રાવતના દિલ્હી સ્થિત ઘરે અંતિમ દર્શન કરી શકશે. જે બાદ કામરાજ માર્ગથી બરાર ચોક સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે અને દિલ્હી કેન્ટોન્મેન્ટમાં અંતિમ સંસ્કાર થશે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article