પોરબંદરની જાણીતી આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં “સજાતીય સેક્સ”ની ફરજ પડાતી હોવાના આક્ષેપથી ચકચાર

0
48

પોરબંદરની જાણીતી આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં બે છોકરી વચ્ચે સેક્સના સજાતીય સંબંધો માટે દબાણ થતું હોવાનો આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે.

છેલ્લા 80 વર્ષથી ચાલતા શેઠ નાનજી કાલીદાસ મહેતા દ્વારા સ્થાપિત આ આર્યકન્યા વિદ્યાલય ગુરુકુળ હાલ ભારે ચર્ચામાં આવ્યું છે.

અહીં 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અહીં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓ વચ્ચે સજાતીય સંબંધો છે અને અન્ય વિદ્યાર્થિનીઓને સબંધ બાંધવા મજબૂર કરાતી હોવાનો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થિની એ આક્ષેપ કર્યો છે અને તેના માતાપિતાએ આ સગીરાને હોસ્ટલમાંથી ઉઠાવી લીધી છે.
સગીરાએ કહ્યું હતું કે સંસ્થામાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ લેસ્બિયન છે. જેનો ભોગ અહીં ભણતી દરેક વિદ્યાર્થીનીઓને પણ આવા સંબંધો રાખવા ફરજ પડાય છે અને આ કામમાં સંસ્થાની તમામ ગૃહમાતાઓ પણ સંડોવાયેલી છે અને વિદ્યાર્થિનીઓને આ સ્કેન્ડલમાં ફસાવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
13 વર્ષની આ સગીરાને આવી હરકતો ગમતી નહિ હોવાથી તેણે આ અંગે શાળાના આચાર્યને બે-ત્રણ વખત ફરિયાદો કરી હોવા છતાં તે વાત ઉપર ધ્યાન અપાયું ન હતું.

સગીરાના માતાપિતાનું કહેવું છે કે અન્ય વિદ્યાર્થિનીઓ દ્વારા જ્યારે અમારી પુત્રીના રૂમમાં આવી આ સ્કેન્ડલમાં સામેલ કરવા માટે એક ખૂબ જ બિભત્સ શબ્દોમાં ચિઠ્ઠી લખી મૂકવામાં આવી ત્યારે અમારી દીકરી ગભરાઈ ગઇ હતી. અને તેણે આ અંગે અમને જાણ કરી હતી અને જયારે અમે અમારી પુત્રીને મળ્યા ત્યારે ખબર પડી કે જેણે 13 વર્ષની ઉંમર સુધી એક પિકચર પણ જોયું નથી તેવી અમારી દિકરી એક મહિનામાં તો આ પ્રકારનું નકામું ઘણું બધું જ્ઞાન મેળવી ચૂકી હતી.

મારી દિકરીએ પોતાની નજરે જોયું હોવાનું અમને જણાવતા અમે અમારી દિકરી આવા હીનકૃત્યોમાં ફસાઇ તે પહેલા અમે તેનું એડમીશન રદ્દ કરાવી તેને બચાવી લીધી છે.

જોકે,સંસ્થાના આચાર્ય દ્વારા આવા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને તે છોકરીને અહીં ગમતું નહિ હોવાથી આવી વાત ઉપજાવી કાઢી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.