રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે.
જે ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુશ ખબર છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માટે મહત્વની જાહેરાત કરી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે
સપ્ટેમ્બર મહિના બાદ ભરતી થશે, તેવું નિવેદન આપ્યું છે. ઉનાળામાં ગરમી વધુ હોવાથી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાનું સરકાર આયોજન કરશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફિઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફિઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનું આયોજન કરશે.
આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. ત્યારે કોઈ યુવાને રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે
ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.