પ્રજાસત્તાક દીને 901 પોલીસકર્મી-અધિકારીઓને અપાશે મેડલ,ગુજરાતના 12 પોલીસ અધિકારીઓની પસંદગી

0
42

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસ ઉપર વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901  સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી.

પ્રજાસત્તાક દીને દેશના કુલ 901 પોલીસ કર્મીઓને મેડલ મળશે.

પ્રજાસત્તાક દિન,26મી જાન્યુઆરી 2023 ઉપર રાજ્યના કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે જેમાં 140ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, 93ને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને 668ને પોલીસ મેડલ સન્માનિત સેવા માટે એનાયત થશે.

ગૃહ મંત્રાલય દ્વારા આજે બુધવારે આ પુરસ્કારો અંગે જાણકારી અપાઈ છે.

ગુજરાતની વાત કરવામાં આવેતો રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી થઈ છે જ્યારે 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ 12 પોલીસ અધિકારીઓમાં યુવરાજસિંહ રાઠોડ, અજય કુમાર સ્વામી, ભગવાનભાઈ રાંઝા, કિરિટસિંહ રાજપૂત,ઝુલ્ફીકર અલી ચૌહાણ,બાલકૃષ્ણ ત્રિવેદી,ભાવેશ રોજીયા,પ્રદ્યુમનસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ વાઘેલા,હિતેશ પટેલ,ગૌતમ પરમાર,પરિક્ષિતા રાઠોડનો સમાવેશ થાય છે.

દરમિયાન ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયાએ વીરતા પુરસ્કાર માટે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.