પ્રતિનિધિ મંડળે દિલ્હી જઈ રેલ-વે મંત્રીને રૂબરૂ રજૂઆત કરી, શાપુર સરાડીયા રેલ્વે લાઈન પુનઃસ્થાપિત કરવા બાંયધરી

0
35

1983 માં જળ હોનારત બાદ શાપુર સરાડીયા ટ્રેનને બંધ કરી દીધા બાદ પાટણના સ્લેપાર્ટની હરાજી કરી આ લાઈનને રેલ્વના નકશામાંથી દૂર કરી દેવામાં આવી હતી આ ટ્રેન બંધ થતા સોરઠ પંથકના વિકાસને મોટું નુકસાન પહોંચ્યું હતું આ પ્રશ્ન જાગૃત કાર્યકર રાકેશ લખાણીએ શાપુર વંથલી માણાવદર બાંટવા કુતિયાણા રાણાવાવ સહિતના શહેરો અને ગામડે ગામડે બિન રાજકીય લડતના મંડાણ કરતા તેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર બેઠકો કરી પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી ગઈકાલે આ પ્રતિનિધિ મંડળ પોરબંદરના સાંસદ રમેશ ધડુકને સાથે રાખી નવી દિલ્હી ખાતે સાંસદ રામ મોકરીયા અને કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાને મળ્યું હતું બાદમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવોનો સમય મેળવી તેમની સાથે મુલાકાત કરી આ ટ્રેન સોરઠ અને કુતિયાણા પંથકના ઉદ્યોગ વેપાર માટે જીવાદોરી સમાન હોવાની રજૂઆત કરી હતી રેલવે મંત્રીએ 15 મિનિટ સુધી પ્રતિનિધિ મંડળની રજૂઆત સાંભળ્યા બાદ પ્રથમ તબક્કામાં શાપુરથી સરાડીયા ટ્રેન શરૂ કરવા અને બીજા તબક્કામાં કુતિયાણા વાંસજાળીયા લાઈન સાથે જોડવાનું કામ શરૂ કરવાની ખાતરી આપી હતી તેમણે રેલવેના ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં બોલાવી સૂચના આપી હતી