પ્રાંતિજ ના મજરા ત્રણ રસ્તા પાસે નવી બનેલ ઓવરબ્રીજ ની સમીક્ષા કરવામા આવી

0
21

પ્રાંતિજ ના મજરા ત્રણ રસ્તા પાસે નવી બનેલ ઓવરબ્રીજ ની સમીક્ષા કરવામા આવી
– નેશનલ હાઇવે આઠ ના અધિકારીઓ સહિત ટીમ ઉપસ્થિત રહી
– ૧૦ થી વધુ ગાડીઓ ઓવરબ્રીજ ની તપાસ અર્થે દોડી આવ્યા
                      

 પ્રાંતિજ ના મજરા ત્રણ રસ્તા પાસે તાજેતરમાંજ બનેલ નવીન ઓવરબ્રીજ ની ચકાસણી કરવામા આવી. હતી જેમા નેશનલ હાઇવે ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવેઆઠ પ્રાંતિજ ના મજરા પાસે તાજેતરમાંજ નવીન બનેલ ઓવરબ્રીજ ની ચકાસણી ને લઈ ને ગાંધીનગર થી તપાસ અર્થે વિવિધ નેશનલ ઓર્થોરીટીના અધિકારી સહિત ની ટીમો આવી હતી અને તાજેતરમાંજ તૈયાર થયેલ મજરા ઓવરબ્રીજ ની સમીક્ષા કરવામા આવી હતી તો આ અંગે આવેલ નેશનલ હાઈવેઆઠ ઓથોરિટી ના અધિકારીઓને પુછતા તેવોએ આ સંદર્ભે કોઇપણ બોલવાની ના પાડી હતી અને મગનુ નામ મળી ના પાડી હતી અને આ સંદર્ભે કાઇ પણ બોલ્યા વગર ઓવરબ્રીજ ની સમીક્ષા કરી કાફલો ગાંધીનગર ખાતે પરત ફર્યો હતો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા ત્રણ રસ્તા પાસે તાજેતરમાંજ બનેલ નવીન ઓવરબ્રીજ ની ચકાસણી કરવામા આવી. હતી જેમા નેશનલ હાઇવે ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા