ફાર્મા કંપનીઓ ના ખતરનાક ગોરખધંધા:ભાવનગર માં બહાર આવ્યું સચ..

દેશ માં બિલાડી ના ટોપ ની જેમ ફૂટી નીકળેલી ફાર્મા કંપનીઓ કેટલી હદે નીચ હરકત કરી શકે છે,તેનો મોટો ખુલાસો થયો છે,ભાવનગર માં કેટલાક લોકો ને દવા ની આડ અસર થતા તેવો ને હોસ્પિટલ માં લઈ જવાયા હતા જ્યારે તે લોકો ને પૂછવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી, અસરગ્રસ્ત લોકો એ જણાવ્યું હતું કે કેટલીક દવા ની કંપની ના દલાલો તેવો પાસે આવે છે અને તેમની દવા નો અખતરો કરવા પોતાના ઉપર દવા નો પ્રયોગ કરાવે છે, આ કામ ના બદલા માં રૂ. 8 થી 10,000 જેટલું વળતર અપાતું હોવાથી ગરીબ પરિવારો સામે થી પોતાના ઉપર પ્રયોગ કરાવવા તૈયાર થઇ જતા હતા. જોકે બીજી તરફ ગરીબ અને અભણ લોકો ની જરૂરયાત અને દુખતી નસ જાણી ગયેલા કંપની ના દલાલો પણ કાયદાકીય રીતે પોતે ના ફસાય તે માટે આ કામ કરનાર તેની મરજી થી પ્રયોગ કરતો હોવાનું લખાવી લેતા હોવાનું કહેવાય છે. ફાર્મા કંપનીઓ ના કારનામા અનેક વખત બહાર આવ્યા છે ત્યારે કંપનીઓ દ્વારા માણસ ઉપર કરતા ગમ્ભીર અખતરા બંધ થાય તે જરૂરી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com