12 C
Ahmedabad
Friday, January 28, 2022

બર્થ ડે બન્યો ડેથ ડે : મૃતક બન્ને પરિવારના એકના એક દીકરા 2ના કમકમાટી ભર્યા મોત,1 ગંભીર ઇજા

Must read

ગાંધીનગરથી અમદાવાદ જન્મદિવસની પાર્ટી માટે જઈ રહેલા 3 મિત્રોને નડ્યો ગોઝારો અકસ્માત ટ્રક ડ્રાઈવરે પાછળથી એક્ટીવાને મારી ટક્કરઅસ્કમાતમાં 3 મિત્રોમાંથી 2ના મોત ગાંધીનગરમાં દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે ગઈકાલે રાત્રે જન્મદિવસની પાર્ટી કરવા જઈ રહેલા 3 મિત્રો અકસ્માતનો ભોગ બન્યા છે. ઘરેથી નીકળી એક એક્ટીવા 3 સવારી જઈ રહ્યા ત્યારે પાછળથી ટ્રક ચાલકે અચાનક એક્ટીવાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક યુવકની ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બાકીના 2 મિત્રોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક યુવકનું મોત થયું હતું.બર્થ ડે પાર્ટી ઉજવવા અમદાવાદ જવા નીકળ્યા હતા.ત્રણેય એક્ટીવા સવાર મિત્રો માંથી મયૂર લાખાણીનો જન્મદિવસ હતો જેથી બર્થડે પાર્ટી ઊજવવા માટે આયોજન કરી ત્રણેય મિત્રો નીકળ્યા હતા. જેમાં ટ્રક ચાલકે અડફેટે લીઘા હતા. અમીન વાડોમાં રહેતા 23 વર્ષના મયૂર સુધીરભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે 8 ડિસેમ્બરના રોજ તેના મિત્ર મયૂર મોહનભાઈ લાખાણીનો જન્મદિવસ હોવાના કારણે રાત્રિના સમયે તેના અન્ય મિત્ર નીલ ગૌતમભાઈ અમીન સાથે અમદાવાદ જવા રવાના થયા હતા

એક્ટિવા બર્થ ડે બોય મયૂર લાખાણી ચલાવતો હતો. તે સમયે લીલારાવ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ટ્રક ના ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારી ત્રણેય સવારને ટક્કર મારી દેતા મોટો અકસ્માત સર્જાયો હતો.જેમાં નીલ અમીનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.બંને મૃતક પરિવારના એકના એક વારસ હતા ગંભીર હાલતમાં એક્ટિવા ચાલક મયૂર લાખાણીને હોસ્પિટલમાં ખેસવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેના પણ શ્વાસ થંભી ગયા હતા. ઘટનાની જાણ પરિવારને થતાં ત્રણેય પરિવારો હોસ્પિટલ દોડતા આવ્યા હતા. બંને મૃતક પરિવારના એકના એક વારસ હતા. જન્મદિવસે જ એકના એક પુત્ર મોત થતાં પરિવારો પર દૂખનો પહાટ તૂટી પડ્યો હતો.ડભોડા પોલીસે સમગ્ર અસ્કમાત મામલે ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article