બાળા સાહેબ ઠાકરેના જમાનાની અસ્સલ ‘હિન્દુવાદી’ શિવસેનાજ ખપે ! એકનાથ શિંદેએ કહ્યુ :-અબકી બાર ‘હમારી’ ચલેગી !!

0
246

બાળા સાહેબ ઠાકરેના જમાનાની અસ્સલ ‘હિન્દુવાદી’ શિવસેનાજ ખપે ! એકનાથ શિંદેએ કહ્યુ :-અબકી બાર ‘હમારી’ ચલેગી !!

મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરે સામે વિદ્રોહ કરનાર એકનાથ શિંદે આખરે કેમ આવું પગલું ભર્યું તેની વાતો હવે ધીરે ધીરે બહાર આવી રહી છે હકીકતમાં જ્યારે અગાઉ ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર હતી ત્યારે એકનાથ શિંદે મંત્રી હતા. આ દરમિયાન એકનાથ શિંદે અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મજબૂત રાજકીય મિત્રતા થઈ ગઈ જે આજે પણ અકબંધ છે. આ મિત્રતા ઉદ્ધવને પસંદ ન હતી. તેથી ઉદ્ધવની શિંદે પ્રત્યેની નારાજગી વધતી ગઈ હતી.

ત્યારબાદ સમય બદલાઈ ગયો અને ભાજપ સાથે છેડો ફાટ્યો અને અન્ય પાર્ટીઓના ગઠબંધન થી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બની ગયા ત્યારબાદ ઠાકરેના તેવર બદલાયા અને અગાઉ ની દાઝ રાખી એકનાથ શિંદેના વિભાગની ફાઈલ રોકી દેવામાં આવતી હતી. શિંદે તેમને મળવા જતા તો ઠાકરે તેમને લાંબી રાહ જોવડાવતા હતા. બીજી બાજુ એકનાથ શિંદે પણ નારાજ હતા કે શિવસેના હિન્દુત્વના મુદ્દાથી દૂર થઈ રહી છે. શિંદે થાણે નગર નિગમની ચૂંટણી એકલા હાથે લડવા માગતા હતા પરંતુ સંજય રાઉત સહિત કેટલાંક નેતા તેમના પર NCPની સાથે મળીને ચૂંટણી લડવાનો દબાણ કરતા હતા. આ રાજકીય મુદ્દાઓથી નારાજ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી સરકારને ઘટતાં સમર્થનને જોઈને વિદ્રોહ કરી દીધો હોવાનું ખુદ શીદેનું કહેવું છે અને મીડિયા રીપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
આમ,શિવસેનાનો પ્રભાવ જે બાળા સાહેબ ઠાકરે વખતે હતો તે પ્રભાવ ગાયબ થઈ જતા શિંદે નારાજ હતા અને હવે મોકો મળતા તેઓએ ચોકો મારી દીધો છે.