બુલેટ રેલ બ્રિજનો પહેલો પ્રોજેકટ વલસાડમાં પાર નદી ઉપર શરૂ થયો!

0
56

બુલેટ રેલ બ્રિજનો પહેલો પ્રોજેકટ વલસાડમાં પાર નદી ઉપર શરૂ થયો છે,અમદાવાદ-મુંબઇની વચ્ચે બની રહેલા 508 કિલોમીટર લાંબા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં લગભગ 26 કિલોમીટરનો રૂટ તૈયાર થઇ ગયો છે.

હાલમાં વલસાડની પાર નદી ઉપર સ્પાન બનાવવાની કામગીરી શરૂ થઇ ગઈ છે આ કામગીરી દરમિયાન નેશન હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પુલને પ્રથમ બુલેટ રેલ બ્રિજ ગણાવ્યો છે. પાર નદીની પહોળાઈ 320 મીટર છે. જેમાં 8 ફુલ સ્પાન ગર્ડરનું કામ શરૂ કરવામાં આવ્યુ છે, હાલ 5 સ્પાન ગર્ડરનું કામ શરૂ છે. આ ગર્ડરની લંબાઈ 40 મીટર છે અને તેના થાંભલાઓની ઊંચાઈ 14.9થી 20.9 મીટર સુધીની છે.

પાર નદી બાદ નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર આ રીતે પુલ બનાવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
આમ,વલસાડમાં પુલની કામગીરી શરુ છે અને જાપાનનું પ્રતિનિધિમંડળ બુલેટ રેલ કોરિડોરનું નિરીક્ષણ કરવા અહીં પહોંચ્યું હતું.