મુંબઇઃ બે દિવસ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડઓઇલના ભાવમાં આગ ઝરતી તેજીથી ભારતમાં મંગળવારે ફરીઇંધણના ભાવ વધ્યા હતા. આજે મંગળવારે ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને 90.93 રૂપિયા અને ડીઝલનો ભાવ 81.32 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. હાલ દેશના તમામ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તેમની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.
13 દિવસમાં 3.63 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ
ચાલુ ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલના ભાવ 13 દિવસ વધ્યા છે અને આ દરમિયાન પ્રતિ લિટર 3.63 રૂપિયા મોંઘુ થયુ છે. મુંબઇમાં પેટ્રોલ 97.34 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે જે મેટ્રો શહેરોમં સૌથી મોંઘુ છે. ભોપાલમાં એક્સપી પેટ્રોલ 89.60 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યુ છે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર 24 દિવસ જ ઇંધણ 7.45 રૂપિયા મોંઘુ થયુ છે,
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 90.93 | 81.32 |
મુંબઇ | 97.34 | 88.44 |
ચેન્નઇ | 92.90 | 86.31 |
કલકત્તા | 91.12 | 84.20 |
ભોપાલ | 98.96 | 89.60 |
રાંચી | 88.35 | 85.97 |
બેંગલોર | 93.98 | 86.21 |
પટના | 93.25 | 86.57 |
ચંડીગઢ | 87.50 | 81.02 |
લખનઉ | 89.13 | 81.70 |