બ્રાઝિલમાં મતદાન, ડાબેરી સિલ્વાનો મતદારોમાં જોવા મળ્યો પ્રભાવ

0
62

બ્રાઝિલમાં ઐતિહાસિક મતદાન થયું,આ જંગમાં મુખ્ય હરીફાઈ જમણેરી જેયર બોલ્સોનારો અને ડાબેરી લુઈઝ ઈન્સિયો લુલા દા સિલ્વા વચ્ચે છે, વિશ્વની ચોથી સૌથી મોટી લોકશાહીમાં ડાબેરી સિલ્વા તરફી મતદારોનો ઝુકાવ જોવા મળ્યો હતો.

બ્રાઝિલ, તેના લેટિન અમેરિકન પડોશીઓની જેમ, ઉચ્ચ ફુગાવો, મોટા પ્રમાણમાં અનૌપચારિક અર્થતંત્ર અને બેરોજગારી જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે.
આથી લોકોનો ઝુકાવ ડાબેરી ઉમેદવાર તરફ છે.
હાલમાં એવું લાગે છે કે સિલ્વા, જેણે 2003-2010 સુધી દેશની બાગડોર સંભાળી હતી, તે કોઈપણ સમસ્યા વિના પ્રથમ રાઉન્ડ જીતી શકે છે. 30 ઓક્ટોબરે પરિણામો જાહેર થશે.

બ્રાઝિલમાં કુલ મતદારોની સંખ્યા 150 મિલિયનથી વધુ છે. વિશ્લેષકોનો અંદાજ છે કે આમાંથી 20 ટકા ફરજિયાત મતદાન છતાં ગેરહાજર રહેશે. અન્ય નવ ઉમેદવારો મેદાનમાં હોવા છતાં, મુખ્ય સ્પર્ધા જમણેરી અને ડાબેરી ઉમેદવારો વચ્ચે છે.