15 C
Ahmedabad
Sunday, January 23, 2022

બ્રાઝિલમાં 2 નવજાત બાળકોને ભૂલથી કોરોનાની વેક્સિન આપી વેક્સિન આપ્યા બાદ બંને બાળકની તબિયત લથડી

Must read

બ્રાઝિલમાં 2 નવજાત બાળકોને ભૂલથી કોરોનાની વેક્સિન આપવામાં આવી હોવાની આવી ઘટના સામે વેક્સિન આપ્યા બાદ બંને બાળકની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એક 2 મહીનાની બાળકી અને એક 4 મહીનાના બાળકને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી છે, જ્યારે તે બાળકોને ડિપ્થીરિયા અને હિપેટાઇટિસ બીની વેક્સિન આપવાની હતી. આ બાળકોને જે નર્સે કોરોનાની વેક્સિન આપી હતી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ સાથે આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. બ્રિટનમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 86 નવા કેસ સામે આવ્યા​​​​​​​​​​​​​​બ્રિટનમા રવિવારે ઓમિક્રોનના 86 નવા કેસ સામે આવ્યા હતા.UKમાં હવે કુલ કેસની સંખ્યા 246 થઈ ગઈ છે. શનિવાર સુધીમાં અહીં 160 કેસ હતા એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં 50% કરતા વધારે થયા હતા. છેલ્લા દિવસે UKમાં કોવિડ-19ના 43,992 નવા કેસ મળ્યા હતા. અહીં અત્યાર સુધીમાં 1.04 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.ઓમિક્રોનને કારણે USમાં વેક્સિનની માગમાં વધારો અમેરિકામાં 15 રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. સંક્રમણના વધતા જોખમ બાબતે અમેરિકામાં વેક્સિનનો પ્રથમ અને બૂસ્ટર ડોઝ લેનારની સંખ્યામાં લગભગ 66% જેટલો વધારો થયો છે. અમેરિકામાં સીડીસી મુજબ છેલ્લા એક મહિનામાં દરરોજ લગભગ 9 લાખ વેક્સિનની માગની સરખામણીએ દરરોજ લગભગ 15 લાખ વેક્સિનની માગ કરવામાં આવી રહી છે.


અમેરિકામાં અત્યાર સુધીમાં 15 રાજ્યમાં ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. એમાં કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, હવાઈ, મેરીલેન્ડ, મિનેસોટા, મિસોરી, નેબ્રાસ્કા, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા, યુટા, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન સામેલ છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફે જણાવ્યું હતું કે હજી પણ USમાં ડેલ્ટા વેરિયન્ટના સંક્રમિતોની સંખ્યા જ વધુ છે. તેમણે જણાવ્યું હતું કે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, જેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. દરરોજ અહીં શંકાસ્પદ ઓમિક્રોનના કેસ મળી રહ્યા છે. કોરોના વાઇરસનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા અને બીટા કરતાં પણ વધુ ઝડપી સંક્રમણ ફેલાવે છે. ઓમિક્રોનથી ફરીથી સંક્રમણ લાગવાનું જોખમ પણ વધુ છે. વિશ્વભરમાં ઓમિક્રોન પર અત્યારસુધી કરવામાં આવેલા અભ્યાસમાંથી આ વાત સામે આવી છે. જે લોકો કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે તેઓ ફરીથી સંક્રમિત થઈ શકે છે. ઓમિક્રોન સિંગાપોરમાં પણ પહોંચી ગયો છે. રવિવારે અહીં વધુ એક ઓમિક્રોન સંક્રમિત જોવા મળ્યો હતો.

ઓમિક્રોનનો પહેલો કેસ પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલમાં મળ્યો છે. દેશની આરોગ્ય રિસર્ચ સંસ્થાએ રવિવારે આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે જિનોમિક્સ લેબની મદદથી 3 ડિસેમ્બરે આ કેસની ઓળખ કરવામાં આવી છે. દેશના કોરોનાના કુલ 74,024 કેસ મળ્યા છે એમાંથી 1,886નાં મોત થયાં છે.કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સૌથી વધુ અસરગ્રસ્ત દક્ષિણ આફ્રિકા છે, પરતું ત્યાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી નથી. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહે છે કે આફ્રિકાની હોસ્પિટલોમાં દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં કોઈ વધારો નોંધાઈ રહ્યો નથી. રામાફોસા હાલમાં ઘાનાના પ્રવાસે છે. તેમણે જ ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યા બાદ દક્ષિણ આફ્રિકા અને બીજાં અન્ય આફ્રિકન રાજ્યોમાં ટ્રાવેલ પર પ્રતિબંધ લગાવ્યા હતા.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article