15 C
Ahmedabad
Sunday, January 23, 2022

બ્રિટન માં ઓમિક્રોન થી પ્રથમ મોત થયા બાદ એપ્રિલ સુધી માં 75,000 ના મોત થવાની ભીતિ થી ફફડાટ :સ્ટડીમાં કરાયો દાવો

Must read

ઓમિક્રોન વેરીએન્ટ ને લઈ વિશ્વ માં ચિંતા પ્રસરી છે અને ઓમિક્રોન ને લઈ બ્રિટનમાં પ્રથમ મોત થઇ ગયું છે એટલુ જ નહીં પણ એપ્રિલ સુધીમાં ઓમિક્રોન ને કારણે 75 હજાર લોકોના મોત થવાની ભીતિ દર્શાવતા ભારે ખળભળાટ મચ્યો છે.
બ્રિટન અને સાઉથ આફ્રિકાના રિસર્ચર્સના આ સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે અને જો સાવધાની રાખવામાં નહીં આવે તો એકલા બ્રિટનમાં જ એપ્રિલ સુધી 25 સુધી 75 હજાર લોકો ના મોત થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. બ્રિટન માં પ્રધાનમંત્રી બોરિસ જોનસને જનતા ને સંક્રમણ થી બચાવવા માટે પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને દેશને સંબોધિત કરીને ડિસેમ્બર અંત સુધીમાં 18+ વસતીને બૂસ્ટર ડોઝ આપવાની વાત કહી છે.
જોકે,લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને સ્ટેલેનબોશ યુનિવર્સિટી ના રિસર્ચર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ર્ઓમિક્રોન પર વેક્સિન અસરવિહિન થવાનું જોખમ છે અને તેના પર બૂસ્ટર ડોઝ કેટલો કારગત નીવડશે એ પણ કઈ કહી શકાય નહીં. રિસર્ચર્સે આ જ બે માપદંડોના આધારે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઓમિક્રોન કઈ રીતે નવા કેસો અને મોતને વધારી શકે છે, તેનો અંદાજ મેળવ્યો છે.
વિશ્વભરમાં માં મળી રહેલા દર 100 નવા કેસોમાંથી લગભગ 64 કેસ તો માત્ર યુરોપમાં જ આવી રહ્યા છે. દરરોજ 3 દિવસમાં લગભગ 10 લાખ નવા કેસ મળી રહ્યા છે. મોનાકો, ફિનલેન્ડ, ફ્રાંસ અને ડેનમાર્ક સહિત યુરોપના 7 દેશ એવા છે, જ્યાં નવા કેસ તેની પીક પર છે ત્યારે ભારત માં ચિંતા વધી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article