શનિવારે, કોલકાતામાં એક દુર્લભ ‘દીદી-ભાઈ’ મુલાકાત જોવા મળી હતી કારણ કે બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી જેઓ ‘દીદી’ તરીકે પ્રખ્યાત છે. બોલિવૂડ સ્ટારે CM સાથે તેમના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
સલમાન ખાન પહેલીવાર મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયો હતો.
સાંજે 4:25 વાગ્યે, ખાન મમતા બેનર્જીના નિવાસસ્થાને ઉચ્ચ સુરક્ષા વચ્ચે પહોંચ્યા. મમતા બેનર્જી તેમના કાર્યકરો સાથે આવેલા સુપરસ્ટારને રિસીવ કરવા તેમના ઘરની બહાર આવ્યા હતા. મમતા બેનર્જીએ ખાનને શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા.
બંનેએ લગભગ 30 મિનિટ સુધી વાત પણ કરી હતી. સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડિઝ અને પૂજા હેગડે સહિતના અન્ય ફિલ્મ સ્ટાર્સ સાથે પર્ફોર્મ કરવા માટે શહેરમાં આવેલા સલમાન ખાનને તેની ‘દબંગ’ ટૂર માટે મમતા બેનર્જીએ કેરીઓ ખવડાવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પોતાના ઘરની બહાર મીડિયા સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ સલમાન ખાનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સલમાનના ગયા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું સલમાનની સુરક્ષાને લઈને ચિંતિત છું.