ભાગવત મુખ્ય ઈમામ ઈલ્યાસીને મળ્યા,સંઘ પ્રમુખ દિલ્હીની મસ્જિદ પહોંચ્યા : મુસ્લીમો તરફ વધ્યો ભાજપ અને RSS નો ઝોક

0
86

આરએસએસના વડા મોહન ભાગવતે આજે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડોકટર ઉમર અહેમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી હતી.

અગાઉ, ભાગવતને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી અને દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ સહિત મુસ્લિમ આગેવાનોને મળ્યા હતા.

મુખ્ય ઈમામ ઈલ્યાસીને મળવા માટે સંઘના વડા ભાગવત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદ ખાતેની તેમની ઓફિસ પહોંચ્યા હતા. આરએસએસે તાજેતરમાં મુસ્લિમો સાથે સંપર્ક વધાર્યો છે અને ભાગવતે મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી રહ્યા છે,એવું માનવામાં આવે છે કે આરએસએસ અને બીજેપીના નેતાઓ સતત મુસ્લિમોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાગવત જ્યારે મુસ્લિમો વિના ભારત પૂર્ણ ન હોવાની વાત કરે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની હૈદરાબાદ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જાહેરાત કરી હતી કે પાર્ટીનું મિશન મુસ્લિમોની નજીક પહોંચવાનું હોવું જોઈએ. કાશ્મીરના નેતા ગુલામ અલી ખટાનાને રાજ્યસભામાં મોકલવા એ પણ મુસ્લિમોની નજીક જવા માટે સંઘ પરિવારની આ જ વિચારસરણીનું ઉદાહરણ છે. સંઘ અને ભાજપમાં મુસ્લિમો તરફ આ પરિવર્તન આવવાનું કારણ શું છે? શું આ આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સમુદાયમાં ભારતની છબી સુધારવાનો પ્રયાસ છે કે પછી સંઘ આ દ્વારા કોઈ મોટા ફેરફારની યોજના બનાવી રહ્યું છે?