ભાજપના દિગ્ગજોના પત્તાં કપાયા, જાણો,કોને કોને ટિકિટ ન મળી આ રહ્યા નામો

0
64

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આખરે 160 બેઠકો માત્ર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
જેમાં કેટલાકની ટીકીટ કપાતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાજપ દ્વારા 160 ઉમેદવારો પૈકી 14 મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે અને 25થી વધુના પત્તાં કપાયા છે
76 રિપિટ કરાયા છે અને 4 ડોક્ટર, 4 PhD ને પણ ટીકીટ અપાઈ છે.

વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો માટેની વાત કરવામાં આવેતો ભાજપે 8 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. જેમાં 4 બેઠકો પર ઉમેદવાર રિપીટ કર્યાં છે. જ્યારે 4 બેઠકો પર નવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
અહીં કેટલાક નામો સામે આવ્યા છે જેઓના પત્તાં કપાયા છે.

વડોદરામાં વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ છે અને અશ્વિન પટેલને વાઘોડિયા માટે ટીકીટ અપાઈ છે, સાવલી બેઠક પર કેતન ઇનામદારને રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરાના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને રાવપુરાની ટિકિટ મળી છે.
આ ઉપરાંત અકોટા બેઠક પર ભાજપે નવા ચહેરા તરીકે ચૈતન્ય દેસાઈને ટિકિટ આપી છે.

–રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું
—રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલનું પત્તુ કપાયું
બ્રિજેશ મોરજાને મોરબીથી પત્તુ કપાયું

–અંજારથી વાસણ આહિરની પત્તુ કપાયું

–જામનગર ઉત્તરથી હકુભા જાડેજાની ટિકિટ કપાઈ

–ગઢડાથી આત્મરામ પરમારની ટિકિટ કપાઈ

–બોટાદથી સૌરભ પટેલનું પત્તુ કપાયું
–નવસારીથી પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ
–નરોડાથી બલરાણ થાવાણીની ટિકિટ કપાઈ
—નારણપુરાથી કૌશિક પટેલની ટિકિટ કપાઈ
–મણિનગરથી સુરેશ પટેલની ટિકિટ કપાઈ
–ડીસાથી શશિકાંત પંડ્યાની ટિકિટ કપાઈ
–વઢવાણથી ધનજી પટેલનું પત્તુ કપાયું
–વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
–નિમાબેન આચાર્યની ભુજ બેઠકથી ટિકિટ કપાઈ
–ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની ટિકિટ કપાઈ
–વેજલપુરથી કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ
–એલિસબ્રિજથી રાકેશ શાહનું પત્તુ કપાયું છે.
ભાજપમાં કેટલાકની ઉપર મુજબ ટીકીટ કપાતા ભારે સોપો પડી ગયો છે.