ભાજપના નેતાએ નેતાજી સુભાષચંદ્ર બોઝને “આતંકવાદી” કહી દીધા! પણ પછી માંગવા લાગ્યા માફી!!

0
59

 

આ નેતાઓ પણ ગજબના હોય છે,ક્યારેક ક્યારેક નેતાઓ મોટો ભાંગરો વાટતા હોય છે અને પછી ભૂલ સમજાતા વળી માફી પણ માંગી લેતા હોય છે કે “ભુલ થઈ ગઈ!”

આવુજ કઈક આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું તેઓએ ટ્વિટર ઉપર સુભાસ ચંદ્ર બોઝને આતંકી કહી દીધા અને બાદમાં માફી માંગી!

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તમામ રાજકીય નેતાઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક લોકો દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારે આણંદથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ટ્વિટરના માધ્યમથી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પી હતી. પરંતુ તે ટ્વિટમાં તેમણે નેતાજીને આતંકવાદી પાંખનો ભાગ ગણાવી દીધા હતા. જો કે વિવાદ સર્જાતા અને ભૂલ સમજાતા તેમણે પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અને બે હાથ જોડી માફી માગતુ ટ્વીટ કર્યુ હતું,આ વાત સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની હતી.