ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ જેમાં બેઠા હતા તે વિમાન સાથે ‘સમડી’ ટકરાઈ! સદનસીબે દુર્ઘટના ટળી

0
70

સુરતથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ સમયે વિમાનને બર્ડહિટ થતા મોટી દુર્ઘટના ટળી હતી.
આ વિમાનમાં સીઆર પાટીલ સહિત અન્ય મુસાફરો હતા.

એરપોર્ટ પર સવારે લૉ વિઝિબિલિટી હતી ત્યારે વિમાન રનવેથી ફક્ત 500 ફૂટ દૂર હતું ત્યારે જ આ ઘટના બની હતી. આ ફલાઈટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત 9 પેસેન્જર હતા.
સદનસીબે તમામનો બચાવ થયો હતો આ વાત વાયુવેગે પ્રસરી જતા સબંધીતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર દોઢ મહિનામાં બર્ડહિટની આ બીજી ઘટના નોંધાઇ છે

અત્રે ઉલ્લેખનીય છે કે વેન્ચ્યુરા એર કનેક્ટે 1 જાન્યુઆરીથી અમદાવાદ-સુરત વચ્ચે 9 સીટર નોન શિડ્યુલ ફલાઈટ શરૂ કરી છે,આ ફલાઇટ સોમવારે સવારે સુરતથી અમદાવાદ 9 મુસાફર સાથે ટેકઑફ થઈ હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ રનવેથી માંડ 500 ફૂટ દૂર હતું ત્યારે સવારે 9ઃ30 કલાકે અચાનક સમડી ટકરાઇ હતી, જેથી પાઈલટે એટીસીને બર્ડહિટની સૂચના આપી હતી. જોકે કેપ્ટન ફલાઈટનું સલામત લેન્ડિંગ કરાવ્યું હતું.