ભાજપના વધુ 12 બળવાખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ,કુલ 19 સામે કાર્યવાહી

0
66

રાજ્યમાં ભાજપ વિરુદ્ધ જનારાઓ સામે કડક પગલાં લેવાનું શરૂ થયું છે જેમાં અગાઉ ભાજપે સાત ભાજપી નેતાઓને સસ્પેન્ડ કર્યા બાદ  વધુ 12ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને સીઆર પાટીલે બરખાસ્ત કરવાની ચીમકી આપી હતી અને આખરે
અત્યાર સુધીમાં 19ને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેમાં સસ્પેન્ડ કરાયેલા 12 ભાજપીઓમાં પાદરા ના દિનેશ પટેલ,વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ,સાવલીના કુલદીપ સિંહ રાઉલ,શહેરા ના ખતુભાઈ પગી,લુણાવડા ના એમ એમ ખાંટ,જેપી પટેલ,ઉમરેઠના રમેશભાઈ ઝાલા,ખંભાતના અમરશી ભાઈ ઝાલા,બાયડના ધવલ ઝાલા,ખેરાલુના રામસંગ ઠાકોર,ધાનેરાના માવજી દેસાઈ,ડીસા ના લેબજી ઠાકોર નો સમાવેશ થાય છે.

જ્યારે અગાઉ સસ્પેન્ડ કરાયેલા 7 કાર્યકરોના નામ નીચે મુજબ છે

–હર્ષદ વસાવા

–અરવિંદ લાડાણી

–છત્રસિંહ ગુંજારિયા

–કેતન પટે.

–ભરત ચાવડા

–ઉદય શાહ

–કરણ બારૈયા