ભાજપથી રીસાયેલા MLA કેસરીસિંહ સોલંકીએ ‘આપ’ની ટોપી પહેર્યા બાદ ‘ટોપી’ ફાવી નહિ અને 39 કલાકમાં પરત ભાજપમાં આવી ગયા !

0
51

ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપે સીટીગ MLA કેસરીસિંહ સોલંકીનું પત્તુ કાપી નવા ઉમેદવાર કલ્પેશભાઈ પરમારને ટીકીટ આપતા કેસરી સિંહ નારાજ થઈ ગયા અને એકાએક ભાજપ પક્ષ સાથેથી છેડો ફાડી તેઓ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તરતજ ટીકીટ પણ મળી ગઇ પણ હજુ આ વાતને માંડ 39 કલાક જેવો સમય થયો અને કેસરીસિંહ પુનઃ ભાજપ પક્ષ સાથે આવી જતા ભારે આશ્ચર્ય ફેલાયું છે અને પોતાના ફેસબુક પેજ મારફતે તેઓએ આ સંકેત આપ્યો છે.

જોકે, આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા યુવા ચહેરા તરીકે મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા.
પરંતુ ભાજપના કેસરીસિંહ ચૌહાણ મળી જતાં આમ આદમી પાર્ટીએ પોતાના જાહેર કરેલા ઉમેદવાર મહિપતસિંહની પરવા કર્યા વગર કેસરી સિંહને આપના ઉમેદવાર જાહેર કરી દીધા હતા પણ તેઓ માત્ર 39 કલાકમાંજ પાછા ભાજપમાં જતા રહેતા આ વાતે ભારે ચર્ચા જગાવી છે અને હવે આમ આદમી પાર્ટીનું રિએક્શન શુ હશે ?તેતો સમયજ કહેશે.