ભાજપે પાડ્યો મોટો ખેલ ; 50 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા મોહન રાઠવાએ પહેરી ભાજપની ટોપી

0
74

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને પક્ષ પલટાની મૌસમ યથાવત રહી છે ત્યારે પીએમ મોદીજીની ગુજરાત મુલાકાત અને આદિવાસી સમાજના હિતની વાતો વચ્ચે હવે મોટા આદિવાસી નેતા ભાજપમાં જોડાઈ ગયા છે.

50 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા લગભગ 78 વર્ષના આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસમાં 11 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના છોટાઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ભાજપની ટોપી પહેરી લીધી છે તેઓએ કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને રાઠવા ભાજપમાં જોડાતાં આદિવાસી વોટ બેંકમાં ભાજપ ને મોટો ફાયદો થશે. મોદીની નજીકનાં ગણાતા દિલીપ સંઘાણીએ રાઠવાને ભાજપમાં લાવવા મહત્વની ભૂમિકા ભજવી છે.

મોદીની નજર ગુજરાતની 27 આદિવાસી બેઠકો પર છે.
2017માં ભાજપને 9 બેઠક મળી હતી.
હજી આગામી દિવસોમાં બે-ચાર મોટા આદિવાસી આગેવાનો ભાજપમાં જોડાવાની શકયતા છે.
તાલાલાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભગાભાઈ બારડ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યકત થઈ રહી છે,તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ પક્ષપલટો કરે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગાભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. જોકે ભગાભાઈ નું કહેવું છે કે છેલ્લા પાંચ-સાત મહિનાથી આવી બધી વાતોચાલે છે પણ તેઓ પોતે કોંગ્રેસ છોડી ક્યાંય જવાના નથી