ભાજપે સગાઓને ટીકીટ આપી આ રહ્યું લિસ્ટ, વાંચી જાવ

0
42

ભારતીય જનતા પાર્ટીમાં ‘સગાવાદ’ ચાલતો નથી અને પક્ષ આવું ચલાવશે નહિ તેવી વાતો ઘણી થઈ પણ આખરે ભાજપે ક્યાંક ક્યાંક આ મુદ્દે સમાધાન કરવું જ પડયું છે અને 2022ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 11 એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જે હાલનાં કે પૂર્વ ભાજપી નેતાનાં સગાં
થતા હોવાની વાત સામે આવી છે.
જેમાં 4 સગાંને ટિકિટ રાજકોટ જિલ્લામાં, જ્યારે અમદાવાદમાં પણ બે બેઠક પર પણ મોટા નેતાના સગાંને ટિકિટ આપવી પડી છે. આમ, ભાજપે પોતાની મૂળભૂત વિચારધારા સાથે થોડું જતું કરીને પણ આ ચૂંટણી જીતવા 11સગાંને તો ટિકિટ આપવી પડી હોવાની વાત સામે આવી છે.
જેમાં વડોદરાના અકોટા બેઠક માટે ચૈતન્ય દેસાઈને ટીકીટ મળી છે કે જેઓ મોદીજીના નજીક છે અને સ્વ.મકરંદ દેસાઈના પુત્ર પણ છે.
છોટા ઉદેપુર બેઠક માટે રાજેન્દ્ર રાઠવાને ટીકીટ મળી છે જેઓ હાલના એમએલએ મોહન રાઠવાના પુત્ર છે.
નરોડા બેઠક માટે ડો.પાયલ કુકરાણી ને ટીકીટ મળી છે જેઓ વર્તમાન કોર્પોરેટર રેશ્મા કુકરાણીના પુત્રી છે.
પ.રાજકોટ માટે ડો.દર્શીતા શાહ ને ટીકીટ મળી જેઓ પૂર્વ સંઘના નેતા ડો.પીવી દોશીના પુત્રી છે.
રાજકોટ ગ્રામ્ય માટે માટે ભાનું બેન બાબરીયા ને ટીકીટ મળી જેઓ પૂર્વ MLA માધુભાઈ બાબરીયાના પુત્રવધુ છે.
ગોંડલ રાજકોટ ગીતાબા ને ટીકીટ મળી કે જેઓ પૂર્વ MLA જયરાજ સિંહના પત્ની છે.
સોમનાથ બેઠક માટે માનસિંહ પરમાર ને ટીકીટ મળી કે જેઓ તલાલા ના પૂર્વ MLA ગોવિંદભાઈના ભત્રીજા છે.
નાંદોદ (ભરૂચ) ડો.દર્શના દેશમુખ ને ટીકીટ મળી કે જેઓ ભરૂચના પૂર્વ MLA ચંદુ દેશમુખના પુત્રી છે.
ઠાસરા બેઠક માટે યોગેન્દ્ર પરમારને ટીકીટ મળી કે જેઓ રામસિંહ પરમારના પુત્ર છે.
જમાલપુર બેઠક માટે ભૂષણ ભટ્ટ ને ટિકીટ મળી કે જેઓ સ્વ.પૂર્વ મંત્રી અશોક ભટ્ટના પુત્ર છે.
જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડિયા કે જેઓ પૂર્વ મંત્રી વિઠલ રાદડિયા ના પુત્ર છે.
આમ આ ઉમેદવાર ભાજપના નેતાઓ ના સગા હોવાનું જાણકારો જણાવી રહયા છે.