ભાજપ અધ્યક્ષ CR પાટીલને ભાજપ હાઈકમાન્ડ સોંપી શકે છે આ મોટી જવાબદારી

0
39

 
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલને તેમના જન્મદિવસ છે ત્યારે આગામી ટૂંક સમયમાં સીઆર પાટીલને ભાજપ હાઈકમાન્ડથી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભાજપ વિવિધ વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભા માટે મોટી જવાબદારીઓ આપી શકે છે. 
 
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવનાર સીઆર પાટીલને રાજસ્થાનમાં વસુંધરા ફેક્ટરનો સામનો કરવો પડશે અને પાર્ટીને મોટી જીત અપાવવી પડશે આ મોટી જવાબદારી તેમના ખભે મુકવામાં આવી શકે છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી આ સંમતિ મળી શકે છે.  ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.

સીઆર પાટીલને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના નેતાઓમાંના એક  છે. સુરતના નવસારી લોકસભા મતવિસ્તારમાંથી 2009થી રેકોર્ડ માર્જિનથી જીતેલા પાટીલને ચૂંટણી રણનીતિના માસ્ટર માનવામાં આવે છે. પન્ના પ્રમુખોને જવાબદારી સોંપીને ‘દરેક બૂથ જીતવા’ની ભાજપની માઇક્રો-લેવલ ચૂંટણી વ્યૂહરચના સીઆર પાટીલનો સફળ વિચાર હતો. દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા સમક્ષ સીઆર પાટીલના કામની પ્રશંસા કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ્યારે ભાજપે રાજ્યના નેતૃત્વમાં ફેરફાર કર્યો ત્યારે વિજય રૂપાણી પછી પાટિલને આગામી મુખ્યમંત્રી તરીકે જોવામાં આવ્યા હતા. પરંતુ આ બાબતે પક્ષના કેન્દ્રીય નેતૃત્વએ ભૂપેન્દ્રભાઈ પટેલમાં વિશ્વાસ જગાવ્યો હતો. આ સાથે જ સી.આર.પાટીલને ગુજરાતના પ્રમુખ બનાવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં તેમણે સંગઠનમાં પોતાની યોગ્યતા પુરવાર કરી હતી. જો કે, સંગઠનને સારી રીતે સમજી શકે છે અને જીતની રણનિતી સારી રીતે બનાવી શકે છે. 
 
આ પડકાર રહેશે પાટીલના ખભે 
રાજસ્થાનમાં ભાજપને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરી રહ્યા છે જ્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીશ પુનિયા પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. રાજસ્થાન ભાજપના અનેક જૂથોને એકસાથે લાવીને ચૂંટણી જીતવી એ સીઆર પાટીલ માટે મોટો પડકાર સાબિત થવા જઈ રહ્યો છે.
આ સાથે જ રાજસ્થાનના વર્તમાન પ્રભારી અરુણ સિંહને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. તેમની પાસે કર્ણાટક રાજ્યનો વધારાનો હવાલો છે અને તેઓ પાર્ટીમાં મહાસચિવનો હોદ્દો પણ ધરાવે છે. ચાર મહત્વના રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે.