ભાજપ-કોંગ્રેસ-આપ આ ત્રણેય ના ગુજરાતમાં બહુમતિ થી જીત ના દાવા !! મતદારો કઈ બાજુ ફંટાશે તે કોઈને ખબર નથી !!

0
48

ભાજપ-કોંગ્રેસ-આપ આ ત્રણેય રાજ્કીય પક્ષ ગુજરાત માં વધુ બેઠકો કબ્જે કરવાના દાવા કરી રહયા છે રોજ ન્યૂઝ બની રહ્યા છે પણ જનતા ની તકલીફો દૂર કરવા નો ઈલાજ માટે કોઇ વિચારતું નથી શુ લોકશાહી માં લોકો નો અધિકાર માત્ર વોટ આપવાથી વધારે કઈ છે જ નહીં ?જનતા નું કોણ બેલી ?તે સવાલ આજના જનરેશન માં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત માં ચુંટણીઓ વહેલી આવશે તેવી વાતો વચ્ચે ભાજપે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ જ બદલી નાખ્યું અને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે,તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ માં પણ કોઈ કેપ્ટન નહિ હોવાછતાં હાર્દિક પટેલ,અમિત ચાવડા વગરે ભાજપ ને પડકાર આપી રહયા છે અને બહુમતિ થી જીત ના દાવા કરી રહયા છે પણ કોંગ્રેસ ગુજરાત માં સિનિયર નેતાઓ ને પડતા મૂકી કોઈ યુવા ચહેરા ને કમાન સોંપી નવો પ્રયોગ કરવા માંગે છે અને આ માટે સર્વે પણ થઈ ગયો છે.
જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે શહેર અને ગામડાઓ માં સંપર્ક કરી રહી છે અને પાયો મજબૂત કરવામાં પડી છે તેઓ પણ વિધાનસભા માં આ વખતે સારી એવી બેઠકો કબ્જે કરવા જોર લગાવી રહી છે.
જોકે,લોકો આ તમાશો કોરોના વખત થી જોઈ રહયા છે પણ રાજકારણ ની ભવાઈ સિવાય લોકો ને ઊપયોગી થાય તેવા કોઈ પગલાં લેવાતા નથી,નેતાઓ અને રાજ્કીય ઘટનાઓ સતત સમાચારો માં હેડ લાઈન બની રહી છે તો વિકાસ ક્યારે થશે ?કોણ કરશે વિકાસ ? જનતા ને મોંઘવારી માંથી ક્યારે રાહત મળશે ? ધંધા રોજગાર પાટે ચડાવવા માટે કયું આયોજન કરવું પડશે ? બાળકો નું શિક્ષણ ખાડે ગયું છે તો તેને કેવી રીતે પૂર્વવત કરવું ? આ બધા સળગતા સવાલો ના જવાબ કોઈ પાસે નથી અને બધાજ બેઠકો કઈ રીતે જીતવી તેમાં પડ્યા છે અને રાજનીતિ ને ધંધો બનાવી દીધો છે તેવે વખતે કોણ કોને મત આપશે તે કહેવું ખરેખર મુશ્કેલ હોવાનું લાગી રહ્યું છે.