ભાજપ મતદાનના દિવસેજ જાણી શકશે કે પાર્ટીને કેટલા મત મળ્યા !લોકોને પ્રેસિડન્ટ ડેશબોર્ડ કમ્યૂટર એપથી જોડવાનું અભિયાન શરૂ !

0
111

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવે સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ ખુબજ સક્રિય જણાઈ રહયા છે તેમાંય ભાજપે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરી લોકોને ભાજપમાં જોડવાનું અભિયાન ચાલુ કર્યું છે, પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે લોન્ચ થયેલી પ્રેસિડન્ટ ડેશબોર્ડ કમ્યૂટર એપને 50 લાખ પરિવારો સુધી લઈ જઈ મતદારોના ડેટા અને તેમના અભિપ્રાય એકત્ર કરવા કામે લાગ્યા છે.
ભાજપ દ્વારા પ્લાનિંગ સાથે આ એપમાં લોકોને જોડવા અભિયાન ચાલુ છે જેમાં ભાજપના બૂથ ઈન્ચાર્જ પોતાના વિસ્તારના ઘરોની મુલાકાત લઈને પરિવારના સભ્યો, જન્મતારીખ, લગ્નની વર્ષગાંઠો અને તેઓએ કોઈ સરકારી યોજનાનો લાભ લીધો છે કે નહીં જેવી માહિતી એકત્ર કરી આ તમામ ડેટા ભાજપના સર્વરમાં અપલોડ કરવામાં આવશે.
આ ડેટા પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમના લેપટોપ અથવા કમ્પ્યુટર પર જોઈ શકે છે અને દરેક મતદારને પણ આઇડેન્ટીફાય કરી શકાશે.
ખાસ કરીને મતદાનના દિવસે, બૂથ ઈન્ચાર્જ એ જ સોફ્ટવેર વડે બૂથની બહાર બેસીને મતદાન કરવા આવનારને ટિક માર્ક કરશે, અને આ ડેટાના આધારે નક્કી થશે કે ભાજપને કેટલા મત મળ્યા છે.

આમ,ભાજપ મતદાનના દિવસેજ જાણી શકશે કે પાર્ટીને કેટલા મત મળ્યા છે જેનું ફૂલ પ્લાનિંગ અત્યારથીજ શરૂ કરવામાં આવ્યું છે.