ભાજપ માટે સારા સમાચાર!, PM મોદીને લઈને રજનીકાંતે આપ્યું આવું નિવેદન

10 પાર્ટીઓ મળીને કોઈ એક વિરૂદ્ધ ગઠબંધન કરી રહી હોય તો તે શક્તિશાળી જ હોય

બોલિવુડમાંથી રાજકારણમાં પ્રવેશેલા રજનીકાંતના એક નિવેદને રાજકારણને ફરી ચર્ચામાં લાવી દીધું છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં તે પીએમ નરેન્દ્ર મોદીનો સાથે આપશે કે વિરોધી ગઠબંધનનો એ વાત હજી સુધી સ્પષ્ટ નથી પણ રજનીકાંતે મોદીને મજબુત નેતા ગણાવતા અટકળોને વેગ જરૂર મળ્યો છે. રજનીકાંતનું કહેવું છે કે, જો 10 પાર્ટીઓ કોઈ એક વિરૂદ્ધ મળીને ગઠબંધન રચી રહી છે તો કોણ વધારે શક્તિશાળી છે તે સમજી લેવું જોઈએ.

શું ભારતીય જનતા પાર્ટી ખરેખર શક્તિશાળી પાર્ટી છે, જેના કારણે વિપક્ષે તેમના વિરૂદ્ધ મહાગઠબંધન રચવું પડી રહ્યું છે. આ સવાલના જવામાં રજનીકાંતને કહ્યું હતું કે, 10 પાર્ટીઓ ખરેખર વિચારી રહી છે તો બની શકે કે આ કહીકત પણ હોય.

રજનીકાંતને જ્યારે એમ પુછવામાં આવ્યું કે મહાગઠબંધન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી તમે કોને વધારે શક્તિશાળી ગણો છો, રજનીકાંતે કહ્યું હતું કે, હું હાલ ભાજપ કે પીએમ મોદીને લઈને કોઈ જ નિવેદન નથી આપવા માંગતો, પરંતુ હા, જો 10 પાર્ટીઓ મળીને કોઈ એક જ વિરૂદ્ધ એકજુથ થઈ રહી હોય તો તમે અંદાજ લગાવી શકો છો કે કોણ શક્તિશાળી છે.

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com