રમત ગમત ની દુનિયા માં હાલ માંનવા સમાચાર એ છે કે ભારતની PV Sindhu એ રિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કેરોલિન મારિનને હરાવી બીડબ્લ્યુએફ વર્લ્ડ સુપરસીરીઝમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પીવી સિંધુએ કેરોલિન મારિનને ૨૧-૧૭, ૨૧-૧૪ થી સીધા સેટોમાં હરાવી હતી. સ્પેનની કેરોલિન મારિનને પીવી સિંધુને રિયો ઓલમ્પિકની ફાઈનલમાં હરાવી હતી. તેના કારણે પીવી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. પીવી સિંધુને આ ટુર્નામેન્ટમાં ગ્રુપ બીની પોતાની પ્રથમ મેચમાં ચીનની સુન યુએ હરાવી દીધી હતી. તેના કારણે તેના પર બહાર થવાનો ભય લાગી રહ્યો હતો. પીવી સિદ્ધુ ની સફળતા ને લઇ નવી આશા બંધાઈ છે.
ભારતની PV Sindhu એ રિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કેરોલિન મારિનને હરાવી સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ
