ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી મોંઘી એન્ડ્રોઈડ એપ, જાણો ફિચર

આ એપમાં સુરક્ષાને લઇને આપે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી

સોશિયલ મીડિયા એપ અથવા ચેટિંગ એપને લઇને હાલમાં પણ લોકો પોતાને સુરક્ષિત અનુભવતા નથી. તેઓને લાગે છે કે તેઓનાં ચેટિંગને કોઇનાં પણ દ્વારા એક્સેસ કરી શકાય છે અને તેઓની ખાનગી વાતો પણ સાર્વજનિક થઇ જાય છે.

હમણાં જ તાજેતરમાં ફેસબુકનાં અનેક લાખ યૂઝર્સનો ડેટા એક વેબસાઇટ પર વેચવામાં આવી રહેલ છે. ડેટા લીકની તમામ ખબરોની વચ્ચે ભારતમાં એપ લોન્ચ થઇ કે જેનું નામ છે ‘ડાયરેક્ટ બાત’. આ એપને આધારે આપ મેસેજિંગની સાથે સાથે ફાઇલ શેરિંગ, ઓડિયો ફાઇલ અને વીડિયો કોલિંગ પણ કરી શકો છો.

ડાયરેક્ટ બાતને લઇને કંપનીનો એવો દાવો છે કે આ એપમાં સુરક્ષાને લઇને આપે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. સુરક્ષાને ધ્યાને રાખીને આ એપને અનેક ધોરણોમાંથી પસાર થવું પડ્યું છે. કંપનીનો એવો દાવો છે કે આ એપ સંપૂર્ણ રીતે એંક્રિપ્ટેડ છે અને કંપની કોઇનાં પણ ફોટા, ચેટ અથવા તો વીડિયોને પણ પોતાનાં સર્વરનાં સેવ નથી કરતી.

આમ તો આ એપની કિંમત 25,000 રૂપિયા છે. એવામાં ડાયરેક્ટ બાત દુનિયાની સૌથી મોંઘી એપ બની ગઇ છે. જો કે લોન્ચિંગ ઓફર અંતર્ગત આ એપને ગૂગલ પ્લે-સ્ટોરથી માત્ર 500 રૂપિયામાં ડાઉનલોડ કરી શકાય હતી. આ ઓફર 31 ડિસેમ્બર, 2018 સુધી જ છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com