ભારતીય એરસ્પેસમાં ઈરાન-ચીન ફ્લાઈટમાં બોમ્બ હોવાના મેસેજથી એલર્ટ, ભારતીય વાયુસેનાના વિમાનો પહોંચ્યા

0
69

ભારતીય હવાઈ ક્ષેત્રમાં હાજર ઈરાની પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો છે.

આ વિમાન ચીન તરફ જઈ રહ્યું છે. એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સુરક્ષા એજન્સીઓ વિમાન પર નજર રાખી રહી છે.

ઈરાનથી ચીન જઈ રહેલા વિમાનમાં બોમ્બ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય વાયુસેનાના વિમાનો આ વિમાનનો પીછો કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને આ ઈરાની વિમાન જ્યારે ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં બોમ્બ હોવાનો ટ્રિગર એલર્ટ મળ્યો હતો.

આ વિમાન દિલ્હીમાં રોકાતું નથી. તે હવે ચીન તરફ આગળ વધી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ વિમાન પર નજર રાખી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ માહિતી આપી છે.

દિલ્હી એટીસીના સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઈરાનથી ચીનના ગુઆંગઝુ જઈ રહ્યું હતું. બોમ્બ અંગે દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ પ્લેનને જયપુર જવાનું સૂચન કર્યું પરંતુ પ્લેનના પાયલટે ના પાડી અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું .
ચીન જઈ રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બ હોવાના મેસેજ ને લઇ ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટ્સે ઘેરી લીધું, દિલ્હી લેન્ડીંગની મંજૂરી આપવામાં આવી ન હતી.