ભારતીય ખેલાડીઓએ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવ્યું ધૂળેટીનું પર્વ,એકબીજા ઉપર કલર નાખી કરી ઉજવણી

0
58

ભારતીય ખેલાડીઓએ હર્ષોલ્લાસ વચ્ચે ધૂળેટીનું પર્વની ઉજવણી કરી હતી,ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની ચોથી મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ હોળીના તહેવાર પર ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત તમામ ખેલાડીઓ પર ગુલાલ લગાવ્યો હતો.

ભારતીય ટીમે હોળી સેલિબ્રેશન કરી હતી જેમાં વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

કેપ્ટન રોહિત શર્માએ સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવીને હોળીની ઉજવણીની શરૂઆત કરી આ પછી, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના તમામ ખેલાડીઓને રંગો થી રંગી નાખ્યા હતા.

શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ હોળીની ઉજવણી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તમામ ખેલાડીઓ હોળી ધુળેટી મનાવી હતી.
સાથેજ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ પણ પોતપોતાની ફ્રેન્ચાઈઝીના વિદેશી ખેલાડીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી.