12 C
Ahmedabad
Friday, January 28, 2022

ભારતીય સેના ના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના અને CDS બિપિન રાવત ના નિધન મામલે પાકિસ્તાને શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી

Must read

ભારતીય સેના ના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના અને CDS બિપિન રાવત ના નિધન મામલે પાકિસ્તાને શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી છે,તમિલનાડુના કુન્નૂરના જંગલોમાં ગતરોજ બુધવારે બપોરે 12:20 વાગ્યે ભારતીય સેનાના Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત 13 લોકોનાં મોત થવાની ઘટના અંગે પાકિસ્તાને દુઃખ અને શોક વ્યક્ત કર્યો છે.

પાકિસ્તાની સૈન્યએ પોતાના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું હતું કે- જનરલ નદીમ રઝા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએએસ (ચીફ ઓફ ધ આર્મી ચીફ) ભારતમાં થયેલી હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુઃખદ મોત પર પોતાની સંવેદના જાહેર કરે છે.
એમ.નોમાન નામના એક યુઝરે લખ્યું કે સીડીએસ બિપિન રાવતના મોતના સમાચાર સાંભળી દુઃખી છું. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તમામ લોકો પાકિસ્તાની સૈન્યની પ્રશંસા કરી રહ્યા છે. ઇબ્રાહિમ હનીફ નામના યુઝરે લખ્યું કે માનવતા સૌ પ્રથમ આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલિઝમ બતાવ્યું છે. અમે નફરતમાં વિશ્વાસ નથી કરતા.
આમ પાકિસ્તાન માં પણ આ વાત ને લઈ શોક ની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article