12 C
Ahmedabad
Friday, January 28, 2022

ભારતીય સેના માં સૌથી સુરક્ષિત ગણાતા હેલિકોપ્ટર MI-17V-5 ની ક્રેશ થવાની ઘટના માં તપાસ ના આદેશ, PM મોદી સહિત VIP કરે છે ઉપયોગ

Must read

ભારતીય સેના માં સૌથી સુરક્ષિત ગણાતા હેલિકોપ્ટર MI-17 ચોપરની તુલના ચિનૂક સાથે થાય છે અને ભારતના વડાપ્રધાન PM મોદી પણ આ હેલિકોપ્ટર નો ઉપયોગ કરે છે તે હેલિકોપ્ટર તૂટી પડતા અનેક સવાલ ઉભા થયા છે અને તે માટે સરકારે તપાસ ના આદેશ આપી દીધા છે.

ડિફેન્સ મિનિસ્ટ્રીએ 80 MI હેલિકોપ્ટર્સ માટે રશિયા સાથે 1.3 બિલિયનનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. ઈન્ડિયન એરફોર્સે MI હેલિકોપ્ટર્સની ડિલિવરી 2011માં શરૂ થઈ હતી અને 2013માં 36 MI સિરીઝ હેલિકોપ્ટર્સ મળ્યાં હતાં. જોકે ડિફેન્સ મિનિસ્ટ્રીએ 2012-2013 દરમિયાન 71 MI-17V-5નો ઓર્ડર આપ્યો હતો. ભારતે MI-17V-5ની છેલ્લી બેચ જુલાઈ 2018માં મળી હતી.

ભારતીય વાયુસેના માં સૌથી  સુરક્ષિત માનવામાં આવતા આ હેલિકોપ્ટર MI-17V-5નું નિર્માણ રશિયામાં થયું છે. આ એક ટ્વિન એન્જિન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર છે.જેનું ઉત્પાદન રશિયન કંપની મિલ મોસ્કો હેલિકોપ્ટર પ્લાંટ, કઝાન હેલિકોપ્ટર પ્લાંટ અને ઉલાન-ઊડે એવિએશન પ્લાંટ દ્વારા થાય છે.
MI-17V-5 હેલિકોપ્ટર MI-8નું અપગ્રેડેડ વર્ઝન છે અને એક્સ્ટ્રીમ વેધર કંડિશનમાં પણ શ્રેષ્ઠ છે તેમજ સૌથી વધારે ઊચાઈ અને એક્સ્ટ્રીમ વેધર કન્ડિશનમાં પણ શ્રેષ્ઠ અને સુરક્ષિત મુસાફરી માટે જાણીતું છે.
MI-17V-5 વિશ્વનું સૌથી અપડેટ અને આધુનિક હેલિકોપ્ટર માનવામાં આવેછે જે સેના અને હથિયારોના ટ્રાન્સપોર્ટ, ફાયર સપોર્ટ, સુરક્ષા દળ અને સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ (SAR) મિશનમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. સાથે જ આ હેલિકોપ્ટરને કાર્ગો ટ્રાન્સપોર્ટ માટે ડિઝાઈન કરાયું છે, જેનો ઉપયોગ PM મોદી અને VIP મૂવમેન્ટથી લઈને આર્મી ઓપરેશનમાં કરવામાં આવે છે.
દુનિયાના લગભગ 60 દેશો માં 12 હજારથી વધુ MI-17 હેલિકોપ્ટર હાલ ઉપયોગ લેવાય છે.
આ હેલિકોપ્ટર માં સેના માટે ત્રણ ક્રૂ સાથે 36 જવાનોને લઈ જઈ શકે છે અને 36 હજાર કિલો સુધીનું વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
આમ આધુનિક અને વિશ્વસનીય ગણાતા આ હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટના અંગે તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article