ચેન્નાઇ તા 20 :ભારતે ઇંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 75 રનથી હરાવી સીરિઝને 4-0થી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા છેલ્લી 18 મેચથી હાર્યુ નથી. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત 10 વિકેટ (પ્રથમ ઇનિંગ-3 વિકેટ, બીજી ઇનિંગ- 7 વિકેટ) ઝડપી હતી.એટલુ જ નહી ટેસ્ટમાં અઝહરૂદ્દીને 9 વર્ષમાં જેટલી મેચ જીતી હતી એટલી જ વિરાટ કોહલીએ 2 વર્ષમાં જીતી છે.ભારતનો 4-0થી શ્રેણી વિજય
પ્રથમ રાજકોટ ટેસ્ટ:ટેસ્ટ ડ્રો
બીજી વિશાખાપટ્ટનમ ટેસ્ટ:ભારતનો 246 રને વિજય
ત્રીજી મોહાલી ટેસ્ટ:ભારતનો 8 વિકેટે વિજય
ચોથી મુંબઇ ટેસ્ટ:એક ઇનિંગ અને 36 રને ઇંગ્લેન્ડને હરાવ્યું
પાંચમી ચેન્નાઇ ટેસ્ટ:એક ઇનિંગ અને 75 રને ઇંગ્લેન્ડને હરાવ્યું
આ પહેલા ભારતે 2009માં શ્રીલંકા વિરૂદ્ધ 726 રન બનાવ્યા હતા. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 477 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે ભારતને 282 રનની લીડ મળી છે. ભારતે આ સીરિઝમાં કુલ 5 વખત 400 કે તેથી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ વર્ષ1955-56માં રમાયેલ ભારત અને ન્યૂઝીલેન્ડની સીરિઝમાં પાંચ વખત 400 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો.