(રીપોર્ટ:અઝીઝ વ્હોરા)
સાગર ઠક્કર કોલ-સેન્ટર કૌભાંડ બાદ સફાળી જાગેલી પોલીસ અમેરિકી સંસ્થા (FBI)ની મદદ થી ધરપકડ કરવાનો દોર ચાલુ કર્યો છે અત્યાર સુધી માં પોલીસ ૮૦ થી વધારે લોકો ની ધરપકડ કરવામાં સફળતા મેળવી લીધી તેમના કેટલાક ને પોલીસે માત્ર ચેતવણી આપી ને છોડી મુક્યા છે જયારે મહત્વની કડી સાગર ઠક્કર હજી પણ પકડ ની બહાર છે કે પછી તેને દેશ ની બહાર રહેવાની સલાહ પોલીસ ના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી છે? ઉલ્લેખનીય,આ કૌભાંડ માં ઘણા પોલીસ અધિકારી ની સંડોવણી પણ બહાર આવી હતી.આ કૌભાંડ અમદાવાદ મુંબઈ સહીત દેશ ના ઘણા નાના મોટા શહેરો માં બિલાડી ના ટોપ ની માફક ફૂટી પડ્યા હતા. નવાઈ ની વાત તો એ છે કે છેલ્લા ઘણા વર્ષો થી ચાલેલા આ કૌભાંડ ની જાણકારી સ્થાનિક પોલીસ ને અમેંરીકી સંસ્થા (FBI)દ્વારા મળે છે જયારે આમાના કેટલાક આરોપી ને તો માત્ર ચેતવણી આપી ને છોડી મુક્યા છે.પોલીસ ની તપાસ માત્ર અમદાવાદ અને થાને સુધી જ ચાલી રહી છે અત્યાર સુધીમાં પકડાયેલા આરોપી બાદ વડોદરા ના કેટલાક કોલ સેન્ટર સંચાલક ભોય માં ઉતરી ગયા છે સ્વાભાવિક છે કે અમદાવાદ મુંબઈ જેટલા કોલ સેન્ટર ની સંખ્યા ભલે ના હોય પરંતુ કેટલાક ભેજાબાજ કોલ સેન્ટર ના સંચાલક તેમજ મર્ચન્ટસ તેમની ઓફીસ બંધ કરીને નાશી છુટ્યા છે અત્યાર સુધી માં પોલીસે માત્ર કોલ સેન્ટરના સંચાલકો ને પકડી ને હાશકારો અનુભવે છે પણ તેમની પાછળ રહેલા મર્ચન્ટસ ની અત્યાર સુધી કોઈ ધરપકડ થઇ નથી આ પ્રકાર ના મર્ચન્ટસ માત્ર અમદાવાદ અને થાને માં જ છે પોલીસ તેમ માનતી હોય એવું લાગે છે. જ્યારે વડોદરા માં પણ કેટલા મર્ચન્ટસ અને કોલ સેન્ટર ના સંચાલકો ને અમેરિકા થી પૈસા મંગાવવા માટે એકાઉન્ટસ તેમજ વિવિધ ગેટ-વે આપીને કરોડો રૂપિયાની બંધ દરવાજે કમાણી કરી છે તેમજ સાગર ઠક્કર જેવી જ વૈભવી જીવન શૈલી જીવી રહયા છે જે આજે પણ પોલીસ ની જાણકારી બહાર છે અન્ય રાજ્યોના કેટલાક શહેરો માં ચાલતા કેટલાક કોલ સેન્ટર ના તાર વડોદરા સાથે પણ જોડાયેલા છે સ્થાનિક પોલીસ તો ઠીક પણ તેની સાથે અમેરિકી સંસ્થા (FBI) પણ અજાણ છે નાના મોટા શહેરો માં છેલ્લા ૩ વર્ષો થી ચાલી પડેલા આ કૌભાંડ થી ભણેલા ઘણેલા બેરોજગાર યુવકો માટે લાખો ની રોજગારી ઉભી કરી છે પોલીસે ભલે સાગર ઠક્કર ને નાનું માથું ગણતી હોય પણ આવા ઘણા નાના માથા વડોદરા માં પણ વસેલા છે જે તેમના કારોબાર માં માત્ર અમુક ટકા દલાલી લઇ ને કરોડો નું કૌભાંડ અર્ચ્યું છે. આ મર્ચન્ટસ માત્ર મોબાઈલ અને તેમના લેપટોપ દ્વારા ઓપરેટ કરતા હોવાથી પોલીસ ની જાણકારી થી બહાર છે.રહી રહી ને જાગેલી પોલીસ ની તપાસ વડોદરા તરફ ક્યારે વળે છે તે જોવાનું રેહશે અત્રે ઉલ્લેખનીય , છે કે સાલ ૨૦૧૩ માં પોલીસે છાપામારી કરીને કેટલાક કોલ સેન્ટરના સંચાલકો ને ઝડપી પાડ્યા હતા પણ તેમના મર્ચન્ટસ ને તો પોલીસ ના પગથિયાં પણ જોવા પડીયા નથી.માત્ર ધરપકડ કરી ચેતવણી આપી ને છોડી દેવા થી શું આ પ્રકાર ના કૌભાંડ અટકાવી શકાશે? એક નૌકરી માટે વલખા મારતા શિક્ષીત યુવાનો ને લાખો નું પેકેજ આ પ્રકાર ના કૌભાંડી કોલ સેન્ટર દ્વારા આપવામાં આવે છે જે યુવાનો ને ડ્રગ તેમજ હુક્કા ના રવાડે ચડાવી રહી છે આ પ્રકારના દુષણો ને નાથવા પોલીસે શું પગલાં રહી છે તે આવનારો સમય બતાવસે.આ પ્રકાર ના કૌભાંડ ને નાથવા માટે જયારે અમેરિકા ની સંસ્થા ના અધિકારી તાપસ કરી રહિયા છે ત્યાં ભારત ની છબી માટે તેમજ પોલીસ ની કાર્યવાહી પર પણ ઘણા સવાલો ઉભા કરે તેમ છે.
ભાવનગરથી લાગેલા ૫૦ પૈસા ના કોલ થી ૫૦૦ કરોડ સુધી નું કોલ સેન્ટર કૌભાંડ.
