ભાવેણામાં સ્ક્રેપ આધારીત સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા PM સમક્ષ રજૂઆત.

૧પર કિ.મી.નો વિશાળ દરિયા કિનારો ધરાવતા ગુજરાતનાં એકમાત્ર ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ આધારિત સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો ગીરીશભાઈ શાહ, મેહુલભાઈ વડોદરિયા તેમજ ટી.એમ. પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરાઈ છે અને સ્ક્રેપ આધારિત સ્ટીલ પ્લાન્ટ સ્થપાય તો ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું હતું.
તાજેતરમાં દિલ્હીમાં ‘મેક ઈન સ્ટીલ’ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભારત સરકાર સ્ટીલ ઉત્પાદનને વેગ આપવા માટે દેશમાં બે સ્ક્રેપ આધારીત સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે વિચારે છે. તે પૈકી એક પ્લાન્ટ પશ્ચિમ વિભાગમાં સ્થાપવાનો છે. ભાવનગર જિલ્લો પશ્ચિમ વિભાગમાં આવે છે અને આ સુચીત સ્ક્રેપ બેઝ સ્ટીલ પ્લાન્ટ માટે શ્રેષ્ઠ છે. આ માટે ભાવનગર જિલ્લામાં નીચે મુજબની આગવી વિશેષતાઓ છે.
ભાવનગર જિલ્લાનો ૧પર કિ.મી.નો દરિયા કિનારો ધરાવે છે, હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલ છે. (રાજ્યનું પ્રથમ એરપોર્ટ ભાવનગરમાં સ્થાપાયેલ છે.), જિલ્લામાં રેલ્વેેની સુવિધા ખુબ સારી છે, અમદાવાદ, મુંબઈ, ભાવનગર બંદર, પીપાવાવ બંદર વગેરેને જોડતી બ્રોડગેજ લાઈનો છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો જેવા કે ભાવનગર, પીપાવાવ, સોમનાથ, ભાવનગર ધોલેરા સર, ખંભાત વગેરે કાર્યવાહી હેઠળ છે, ભાવનગર જિલ્લામાંથી પ રાજ્ય ધોરીમાર્ગો પસાર થાય છે, ભાવનગર જિલ્લામાં પોર્ટ છે, જ્યારે પીપાવાવ પોર્ટ ભાવનગર જિલ્લાની ખુબ જ નજીક આવેલું છે, જિલ્લાના વિવિધ ભાગોમાં ઔદ્યોગિક હેતુ માટે જમીન ઉપલબ્ધ છે, તાજેતરમાં અલંગ ડેવલપમેન્ટ ઓથોરીટીએ વિકાસ યોજના તૈયાર કરી છે, જેમાં કુલ ૧૪પ૯ હેક્ટર જમીન ઔદ્યોગિક હેતુ માટે રાખવાની દરખાસ્ત છે, એશિયાનું સૌથી મોટુ શીપ રીસાયકલીંગ યાર્ડ ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે આવેલ છે, ઘોઘા-દહેજ ફેરી સર્વિસ કાર્યાન્વિત થવાની તૈયારી છે, તે ભાવનગર અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જિલ્લામાં આઈટીઆઈ  અને સ્કીલ અપગ્રેડેશન સેન્ટર પુરતી સંખ્યામાં ઉપલબ્ધ છે, ભારત સરકાર દ્વારા સાગરમાલા પ્રોજેક્ટની દરખાસ્ત છે, સરખેજથી પીપાવાવનો સુચીત એકસપ્રેસ વે ભાવનગર જિલ્લામાંથી પસાર થશે, ભાવનગરને કોસ્ટલ ઈકોનોમીક ઝોન તરીકે કન્સીડર કરવામાં આવેલ છે, ર૦૧પમાં દેશમાં સૌથી વધુ એટલે કે ૪ર૮ એમટીપીએ કાર્ગો ટ્રાફિકને ભાવનગરમાં સંચાલીત કરવામાં આવેલ.
પ્રવર્તમાન વાતાવરણ, માળખાકિય સુવિધાઓ વગેરેને ધ્યાનમાં રાખીને સ્ક્રેપ આધારીત સ્ટીલ પ્લાન્ટ ભાવનગર જિલ્લામાં સ્થાપવા માટે યોગ્ય નિર્ણય લેવા માંગણી કરાઈ છે.

સ્ક્રેપ આધારીત સ્ટીલ પ્લાન્ટથી થનાર લાભો
*    ભાવનગર તથા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
* અંદાજે ૧ લાખ જેટલી રોજગારીનું નિર્માણ થશે.
*    અંદાજે ૭પ હજાર કરોડનું મુડી રોકાણ આવશે.
* જીડીપી-આશરે અનુમાનીત વૃધ્ધિ ૩પ હજાર કરોડ.
* ભાવનગરથી એરલાઈન્સને પર્યાપ્ત ટ્રાફીક મળશે.
*    ભાવનગર પોર્ટની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકાશે.
*    માલ પરિવહન માટે રેલ્વેનો મહત્તમ ઉપયોગ કરી શકાશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com